ગાયિકાને 500 રૂપિયાની નોટ બતાવી નાચવા લાગ્યા ભાજપ નેતા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરાનો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar, Than Garba Festival: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવ દરમિયાન અનોખા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા ગરબાના સ્ટેજ પર જઈને નાચતા નજરે પડ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ગાયક કલાકારને નોટ બતાવી સ્ટેજ પર ગરબે ઘૂમ્યા
મળતી માહિતી અનુસાર, થાનગઢમાં ભાજપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રખ્યાત મહિલા ગાયક કલાકાર હેતલ બારોટ પોતાના સુર વહેડાવી રહ્યા હતા. આ દરમિયાન સાંસદ ચંદુ સિહોરા સ્ટેજ પર પહોંચ્યા હતા અને હાથમાં 500 રૂપિયાની નોટ બતાવીને કલાકાર સામે જ સ્ટેજ પર નાચવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
સાંસદ ચંદુ સિહોરાનો સ્ટેજ પર નાચતો અને કલાકારને રૂપિયા દેખાડતો વીડિયો સ્થાનિક લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા જાગી છે. નવરાત્રિના પર્વ દરમિયાન જાહેર મંચ પરથી નેતાઓનો આ પ્રકારનો અંદાજ અવારનવાર જોવા મળતો હોય છે, ત્યારે વધુ એક રાજકીય નેતા સ્ટેજ પર ગરબે ઘૂમતા કેમેરામાં કેદ થયા છે.




