અમદાવાદ જિલ્લામાં જુગાર રમતા 8 જેટલા શકુનિઓ પકડાયા
- ગ્રામ્ય એસઓજીએ જુગારીઓની અટક કરી મોબાઇલ, રોકડ સહિત રૂા. ૨૬૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
બગોદરા, તા. 12 જુલાઇ 2020, રવિવાર
અમદાવાદ પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા તથા જિલ્લા પોલીસવડા આર.વી.અસારીની સુચનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ બનતાં અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં શખ્સો પર વોચ રાખવા તેમજ કોરોના વાયરસની મહામારી અન્વયે સતત પેટ્રોલીંગ કરવા સુચનાઓ આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય એસઓજી વિભાગનાં પીઆઈ પી.આર.જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં ૮ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં.
જેમાં ભાવિક સુદેશભાઈ અજાન, રાજ ભરતભાઈ બારોટ, શૈલેષભાઈ મફતલાલ પટેલ, જયેશ બાબુલાલ ગાંધી, મોહસીન અહેમદહુશેન દિવાન, મહંમદહુશેન દિલાવરહુશેન શેખ, સંજયભાઈ ગગજીભાઈ પરમાર અને મહમંદ હનીફ કાળુભાઈ કુરેશીને રોકડ રૂા.૧૪,૫૫૦ તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂા.૭૮૦, મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૂા.૧૧,૫૦૦ મળી કુલ રૂા.૨૬,૮૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.