વિરમગામ શહેરમાં જુગાર રમતા 5 જેટલા શખ્સો પકડાયા
- પોલીસે શકુનિઓની અટક કરી : રૂા. ૨૫,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
વિરમગામ, તા. 26 જુલાઇ 2020, રવિવાર
વિરમગામ શહેરના નુરી સોસાયટી તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસે દરોડા પાડીને જુગાત રમતા શખ્સોને ઝડપી લઈને રૂા. ૨૫,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી હતી. જે દરમ્યાન બે આરોપી નાસી જતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉપરોક્ત બનાવની સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિરમગામ ટાઉન પોલીસને ખાનગી બાતમીદારની માહિતી મળેલ કે નુરી સોસાયટીમાં તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રમાડે છે.
તેવી બાતમીના આધારે એએસઆઇ વિક્રમસિંહ ભગવતસિંહ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ, દિગ્વિજયસિંહ સહિતના પોલીસ સ્ટાફે રેઇડ કરતાં (૧) મહેમુદભાઈ (રહે. તાઇવડા ચોક), (૨) પંકજભાઈ મોરી (રહે. ડેડીયાસણ), (૩) મોહનભાઈ સિપાઈ (રહે. સેતવાડ) ફરાર, (૪) અશરફ સન્ધી (રહે. નુરી સોસાયટી, ફરાર)(૫) ઇમરાન બુલેટ (રહે. સેતવાડ) ઝડપી રૂા. ૨૫,૭૦૦ની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેઇડ દરમિયાન મોઇન સિપાઈ અને અસરફ સન્ધી બે આરોપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.