Get The App

લીંબડી પાલિકાના રોજમદાર-કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું પગાર મુદ્દે આવેદન

- મહિનાઓથી પગાર ન મળતાં સફાઈ કર્મીઓ અને કોંગ્રેસે રેલી યોજી ડે. કલેકટરને રજૂઆત કરી

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
લીંબડી પાલિકાના રોજમદાર-કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું પગાર મુદ્દે આવેદન 1 - image


લીંબડી, તા.16 જૂન 2020, મંગળવાર

લીંબડી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઈઝ અને રોજમદાર સફાઈ કામદારોનો છેલ્લા ઘણા મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં હાલત કફોડી બની હતી અને અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં સફાઈ કામદારો અને કોંગ્રેસના આગેવાનોએ શહેરનાં મુખ્ય માર્ગો પર રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક રોમમદાર તેમજ કોન્ટ્રાક્ટ બેઈઝ કામદારો ફરજ બજાવે છે તેમજ હાલ કોરોના વાયરસની મહામારી દરમ્યાન પણ સતત ખડેપગે રહી સફાઈ કામગીરી કરી રહ્યાં છે તેમ છતાંય કોન્ટ્રાકટર  દ્વારા અંદાજે ૬-૭ મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો હતો અને અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં હાઈવે પરથી રેલી કાઢી લીંબડી ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી હતી આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતાં જ્યારે આ તકે પાલિકા પ્રમુખ ધીરૃભાઈ ખાંદલાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને કારણે લોકડાઉન અને ગામમાં ધંધા રોજગાર ઠંડા હોવાથી પાલિકાને ટેક્ષની આવક થઈ નથી તેમ છતાંય વહેલી તકે સફાઈ કામદારોનો બાકીનો પગાર ચુકવી આપવામાં આવશે તેવી ખાત્રી પણ આપી હતી.

Tags :