જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 29 કેસ : કુલ આંક 914 થયો
સુરેન્દ્રનગર, તા. 1 ઓગસ્ટ 2020, શનિવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને કોરોના બેકાબુ બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે. તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૯૧૪ ઉપર પહોંચ્યો હતો.