Get The App

સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલા કાઢવાની કામગીરી બંધ થતા રોષ

- કોરોનાના કારણે કામ બંધ કરાતા વિદ્યાર્થીઓ અને અન્ય અરજદારોના અનેક કામ અટકી પડયાં

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલા કાઢવાની કામગીરી બંધ થતા રોષ 1 - image


સુરેન્દ્રનગર, તા.6 જુલાઈ 2020, સોમવાર

હાલ સમગ્ર દેશ સહિત રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરી ખાતે આ મહામારીને ધ્યાને લઈ અચાનક જરૃરી દાખલાઓ કાઢવાનું બંધ કરી દેતાં અનેક લાભાર્થીઓ સહિત વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને તંત્રના વાંકે અભ્યાસ પર તેની અસર પડી રહી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આ બંન્ને પરિણામો જાહેર થયાં બાદ સરકાર દ્વારા કોલેજ, આઈટીઆઈ, ડિપ્લોમાં, ડિગ્રી સહતિના વિવિધ અભ્યાસક્રમોમાં એડમીશનન પ્રક્રિયા શરૃ કરી દીધી છે. ત્યારે વિદ્યાર્થીઓને એડમીશન માટે નોન-ક્રીમીલીયર, જાતિ સહિતના દાખલાઓની જરૃર પડતી હોય છે અને આ દાખલાઓ રજુ કર્યા બાદ જ એડમીશન મળતું હોય છે. આ ઉપરાંત હાલ સરકારની અનેક યોજનાઓ જેમ કે, રેશનકાર્ડ પર અનાજ મેળવવા સહિતની યોજનાઓમાં પણ મોટાભાગે આવકનો દાખલો ફરજીયાત જરૃર પડે છે. ત્યારે આ સ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ અચાનક કકોઈપણ જાતની જાણ કર્યા વગર સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરી ખાતે આવક, જાતિ, નોન-ક્રીમીલીયર સહિતના તમામ દાખલાઓ કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવતાં અનેક લાભાર્થીઓ સહિત વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત અગાઉ જે લાભાર્થીઓને દાખલાઓ માટે ટોકન આપી નીક્કી કરેલ તારીખે આવવાનું જણાવ્યું હતું. તેવાં અરજદારોને પણ ટોકન હોવા છતાં દાખલા વગર પરત ફરવાનો વારો આવ્યો હતો. આમ અકે તરફ સરકાર અને તંત્ર દ્વારા વિકાસ અને ડિઝીટલ ઈન્ડીયાની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ કોરોના વાયરસની મહામારીનું બહાનુ બતાવ દાખલા સહિતની કામગીરી હાલ બંધ કરવામાં આવતાં અનેક વિદ્યર્થીઓના અભ્યાસ પર તેની એસર પી રહી છે અને કોરોના વાયરસની મહામારી વચ્ચ્ મધ્યમવર્ગના લોકોને પણ જરૃશ્રી દાખલા વગર હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરી ફરી દાખલા કાઢવાની કામગીરી શરૃ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :