Get The App

કોલેજોની સેમેસ્ટ 2, 4 અને 6ની પરીક્ષાઓ અંગે વિચારણા કરવા આવેદન અપાયું

- કોરોના વાઇરસની મહામારીને પગલે

- જિલ્લા એનએસયુઆઇ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય વિચારણા કરવા રજૂઆત

Updated: Jun 8th, 2020

GS TEAM

Google News
Google News
કોલેજોની સેમેસ્ટ 2, 4 અને 6ની પરીક્ષાઓ અંગે વિચારણા કરવા આવેદન અપાયું 1 - image


સુરેન્દ્રનગર, તા.8 જૂન 2020, સોમવાર

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉડનના કારણે બાકી રહેલ યુનિવર્સીટીની પરીક્ષાઓ ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હાલ કોરોનાની મહામારી દરમ્યાન સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ રાજ્યની તમામ યુનિવર્સીટીઓ દ્વારા સેમેસ્ટર-૨, ૪ અને ૬ ની  પરીક્ષા અંગેના નિર્ણય પર યોગ્ય વિચારણા કરવાની માંગ સાથે જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લો પણ કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે છેલ્લા અઢી મહિનાથી સરકાર દ્વારા કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે જે તે સમયે યુનિવર્સીટીઓને અમુક સેમેસ્ટરની કોેલેજની પરીક્ષાઓ લેવાઈ નહોતી પરંતુ ંફરી સરકાર દ્વારા લોકડાઉનમાં છુટછાટ આપ્યા બાદ રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયના કારણે કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી પડી શકે છે અને બીજી બાજુ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જેમાં હાલ વિદ્યાર્થીઓની બુક હોસ્ટેલમાં જે જ્યારે વિદ્યાર્થીઓ ઘેર હોવાથી વાંચન થઈ શકે તેમ નથી, સુપરવાઈઝરને કોરોના હોય તો વિદ્યાર્થીઓની જવાબદારી કોણ લેશે ? 

પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓ એકત્ર થશે તો સોશ્યલ ડીસ્ટન્સ જળવાય નહિં શકે, અન્ય જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતાં હોય કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે, એક જ બેંચ પર સવારે અને બપોરે પરીક્ષા ગોઠવતાં કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે, આમ આ તમામ બાબતોને ધ્યાને લઈ પરીક્ષાઓ લેવામાં આવશે તો મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોના વાયરસ પોઝીટીવ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આથી આ અંગે રાજ્યના તમામ અધ્યાપકો, પ્રિન્સીપાલો, સંચાલકો, વહિવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સુચનો લઈ સેમેસ્ટર-૨,૪ અને ૬ના વિદ્યાર્થીઓના હિત અને સ્વાસ્થયને ધ્યાને લઈ ફરીથી યોગ્ય ફેરવિચારણા કરી પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી જિલ્લા એનએસયુઆઈના હોદ્દેદારોએ માંગ કરી હતી. આ તકે જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ધૃ્રવરાજસિંહ ચુડાસમાના માર્ગદર્શનથી કૃષ્ણરાજસિંહ ઝાલા અને કુમારપાલસિંહ જાડેજાએ અધિક જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Tags :