Get The App

સુરેન્દ્રનગરમાં યુવકની હત્યા કરનાર આરોપી પકડાયો

- ચકચારી હત્યાનો ભેદ અંતે ઉકેલાયો

- મામુલી બાબતે નશામાં ચકચૂર મિત્રએ જ ધોકાથી ફટકા મારી મિત્રની હત્યા કરી હતી: પૂછપરછમાં ગુનો કબુલ્યો

Updated: Aug 19th, 2019

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં યુવકની હત્યા કરનાર આરોપી પકડાયો 1 - image


સુરેન્દ્રનગર તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ ૫ાસે યુવકની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મૃતકના પરિવારજનોએ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરની મધ્યમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આવેલ બાપા સિતારામની મઢુલી ખાતે મોડી રાત્રે નરેશ ઉર્ફે રાણો વાલજીભાઈ વાઘેલા ઉ.વ.૨૮ રહે.સોમાસર તા.મુળીવાળાને અનીલ ઉર્ફે કાળુ રમણભાઈ મકવાણા રહે.જોરાવર નગર  હનુમાન ચોક શેરી નં.૬ વાળા સાથે જમવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.

જેમાં રોષે ભરાયેલ અનીલ ઉર્ફે કાળુએ લાકડીના ધોકા વડે નરેશ ઉર્ફે રાણાને માથામાં હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી નાસી છુટયો હતો. આ બનાવ બાદ એ ડિવીઝન એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો અને ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. 

જેમાં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે આરોપી અનીલ ઉર્ફે કાળુ મકવાણાને દેરાસર ચોક પાસે નવા બ્રીજ નીચેથી ઝડપી પાડયો હતો અને વધુ પુછપરછ હાથધરી હતી. જેમાં જમવા જેવી સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં મૃતકે લાફો મારતાં ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી આથી એલસીબી પોલીસે આરોપીને એ ડિવીઝન પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથધરી હતી.

Tags :