ગુજરાતમાં ટેટ-૨ પાસ 47 હજાર જેટલા ઉમેદવારો હજુ બેરોજગાર
- વિવાદીત ઠરાવના બહાને વિદ્યાસહાયકની ભરતી અધ્ધરતાલ હોવાથી
જૂનાગઢ, તા.16 જૂન 2020, મંગળવાર
ગુજરાતમાં ટેટ-૨ પાસ કરનાર ૪૭ હજાર જેટલા ઉમેદવારો હાલ વિવાદીત ઠરાવના બહાને ભરતી પ્રક્રિયા અદ્ધરતાલ હોવાથી બેરોજગાર થઈને બેઠા છે. આજે જૂનાગઢમાં ટેટ પાસ ઉમેદવારોએ તાકીદે ભરતી પ્રક્રિયા શરૃ કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
૨૩/૧૦/૨૦૧૯ના પ્રાથમિક શાળાઓમાં ત્રણ હજાર વિદ્યાસહાયકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ૧/૮/૨૦૧૮ના વિવાદીત ઠરાવના બહાને વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે હાલ ગુજરાતના ટેટ-૨ પાસ ૪૭ હજાર જેટલા ઉમેદવારો બેરોજગાર બનીને બેઠા છે. હાલ ભરતી પ્રક્રિયા અટકી જવાથી અનેક ઉમેદવારોની અવિધ અને વયમર્યાદા પણ પૂર્ણ થવા પર છે.
હાલ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળાઓમાં આઠ હજાર કરતા વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે તાકીદે શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા તાકીદે શરૃ કરવામાં આવે એવી માગ સાથે આજે જૂનાગઢમાં ટેટ-૨ પાસ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલે કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
આ ઉપરાંત ૧/૮/૨૦૧૮ના ઠરાવ અને અન્ય કારણાથી તમામ ભરતીઓ સૃથગિત કરાઈ છે. જે ભરતીનું મહેકમ મંજૂર છે પણ પરીક્ષા લેવાઈ નાથી. સરકાર દ્વારા ભરતીઓ બાબતે દાખવાતી ઉદાસીનતા ઉમેદવારોમાં ચિંતાનો વિષય બન્યો છે.
આાથી જે ભરતીઓનું મહેકમ મંજૂર છે અને સૃથગિત કરાયેલી ભરતી પ્રક્રિયા તાકીદે શરૃ કરવામાં આવે એવી બેરોજગાર ઉમેદવારોએ માગણી કરી છે.