વિરમગામ પાસે કાજીપુરા ગામે ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
- રાત્રિના સમયે આગ લાગતા વિરમગામના ફાયર ફાઇટરો દોડી આવ્યાઃ કોઇ જાનહાનિ થઇ નથી
વિરમગામ, તા. 30 જૂન 2020, મંગળવાર
વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર કાજીપુરા ગામે ઘાસના પૂળા ભરેલ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબ કોઇ જાનહાની થવા પામી ન હતી. આગના કારણે મોટુ નુકશાન થયું હતુ આગ લાગવાનું કારણ અકબંધ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વિરમગામ સુ.નગર હાઇવે ઉપર કાજીપુરા ગામે ખોડાભાઇ બબાભાઇ ભરવાડના મકાનની બાજુમાં પશુઓ માટે ગોડાઉનની અંદર સુકા ઘાસના પૂળા ભરેલા હતા ત્યારે ગતરાત્રિના ગોડાઉનમાં અચાનક આગ લાગતા જેની જાણ વિરમગામ નગર પાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફને કરતા ફાયર બ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર મીની ફાયરર ફાઇટર અને આગ બુઝાવવાના અગ્નિશામક સાધનો લઇને આગ બુઝાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હીત ભારે જહેમત બાદ આગનો કાબુમાં લેવામાં આવી હતી.
આગના કારણે ગોડાઉનની અંદર રહેલ ઘાસના પૂળા સહિત મકાનને ભારે નુકશાન થવા પામ્યુ હતું. આગ લાગવાનું કોઇ કારણ જાણવા મળેલ નથી.