Get The App

ધોળકા તાલુકાના કેસરગઢ ગામમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

- કોઠ પીએસઆઇએ બાતમીના આધારે રેડ કરી રૂપિયા ૨૫,૩૦૦ની રોકડ જપ્ત કરી

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
ધોળકા તાલુકાના કેસરગઢ ગામમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા 1 - image


બગોદરા, તા. 28 જુલાઇ 2020, મંગળવાર

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અમદાવાદ રેન્જ આઈજી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબુદ કરવા સુચનાઓ આપી હતી જેના ભાગરૂપે ધોળકા એએસપીના માર્ગદર્શન હેઠળ કોઠ પીએસઆઈ એચ.આર.પટેલ સહિતનાઓએ બાતમીના આધારે રેઈડ કરી હતી.

જેમાં કેસરગઢ ગામે ગંભીરભાઈ બીજલભાઈ રાઠોડ રહે.કેસરગઢ તા.ધોળકાવાળાએ પોતાના આર્થિક લાભ માટે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં માણસો બોલાવી રૂપિયાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમાડતાં હોવાની હકીકતના આધારે રેઈડ કરી પાંચ શખ્સો પ્રકાશભાઈ ઉર્ફે કોકાભાઈ અંબારામભાઈ રાઠોડ રહે.કેસરગઢ તા.ધોળકા, સંદિપભાઈ ઉર્ફે શાંતિભાઈ પુંજાભાઈ ગોહેલ રહે.કેસરગઢ તા.ધોળકા, નિતીનભાઈ ગટોરભાઈ પરમાર રહે.વેજળકા તા.ધોળકા, પ્રવિણભાઈ વસંતભાઈ પરમાર રહે.વેજળકા તા.ધોળકા અને કાળુભાઈ સુખદેવભાઈ ચાવડા રહે.વેજળકા તા.ધોળકાવાળાને તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રોકડ રૂા.૨૫,૩૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કોઠ પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Tags :