જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 45 કેસ
- શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ઝડપી ગતિએ પગપેસારો
સુરેન્દ્રનગર, તા.29 જુલાઇ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે જિલ્લાના શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ સરેરાશ કોરોના વાયરસના અંદાજે ૩૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ, જોરાવરનગરના શહેરી વિસ્તારોમાં ૨૨, પાટડીમાં પાંચ, લીંબડીમાં ત્રણ, ચુડા, થાન, લીંબડી સહિત ગ્રામ્યમાં ૨૩ કેસ નોંધાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ૨૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જેમાં શહેરી વિસ્તારમાં (૧) રેફરલ હોસ્પીટલ ખાતે ૨૨ વર્ષની યુવતી (૨) પીપળીયા વિસ્તારમાં ૧૬ વર્ષના યુવક (૩) વઢવાણ શીયાણીપોળ સતવારા પરા વિસ્તારમાં ૬૫ વર્ષની મહિલા (૪) ઘાંચીવાડમાં ૫૪ વર્ષના પુરૂષ (૫) જોરાવરનગર ખાતે ૫૪ વર્ષના પુરૂષ (૬) જોરાવરનગર ખાતે ૪૭ વર્ષના પુરૂષ (૭) જોરાવરનગર ખાતે ૪૮વર્ષના પુરૂષ (૮) જોરાવરનગર ખાતે ૪૮ વર્ષના પુરૂષ (૯) રતનપરમાં ૪૨ વર્ષના પુરૂષ (૧૦) રતનપર વિસ્તારમાં ૩૦ વર્ષના યુવક (૧૧) સી.યુ.શાહ મેડીકલ કોલેજ વિસ્તારમાં ૨૫ વર્ષની યુવતી (૧૨) દાળમીલ રોડ પર ૨૦ વર્ષના યુવક (૧૩) દાળમીલ રોડ પર ૬૫ વર્ષના પુરૂષ (૧૪) દાળમીલ રોડ પર ૫૭ વર્ષના પુરૂષ (૧૫) ખાટકીવાસમાં ૪૪ વર્ષના પુરૂષ (૧૬) વઢવાણના કોઠારીયામાં ૩૧ વર્ષની યુવતી (૧૭) ૮૦ ફુટ રોડ પર ૨૮ વર્ષનો યુવક (૧૮) જોરાવરનગરમાં ૪૮ વર્ષની મહિલા (૧૯) જોરાવરનગરમાં ૨૦ વર્ષનો યુવક (૨૦) રતનપરમાં ૬૪ વર્ષની મહિલા (૨૧) રતનપરમાં ૩૩ વર્ષની યુવતી (૨૨) રતનપરમાં ૧૯ વર્ષનો યુવક તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં (૨૩) પાટડીના સેડલામાં ૫૨ વર્ષના પુરૂષ (૨૪) પાટડીમાં ૪૫ વર્ષના પુરૂષ (૨૫) પાટડીના ગેડીયામાં ૪૪ વર્ષના પુરૂષ (૨૬) પાટડીના નવા દરવાજા બજારમાં ૬૧ વર્ષના પુરૂષ (૨૭) પાટડીના અંબિકા નગરમાં ૩૩ વર્ષની યુવતી (૨૮) લીંબડી શહેરી વિસ્તરમાં ૪૨ વર્ષના પુરૂષ (૨૯) લીંબડી જીન રોડ પર ૬૫ વર્ષના પુરૂષ (૩૦) લીંબડી સતાપરા ભોજનશાળા પાસે ૭૫ વર્ષના પુરૂષ (૩૧) ચુડાના છનીયાળામાં ૭૦ વર્ષના પુરૂષ (૩૨) થાનના જુના વણકર વાસમાં ૩૦ વર્ષના યુવક (૩૩) મુળીના લીમલીમાં ૫૬ વર્ષની મહિલા (૩૪) લખતરમાં ૪૦ વર્ષની મહિલા (૩૫) મીરાદાતાર પાસે ૫૮ વર્ષની મહિલા (૩૬) કાશીકુવા વિસ્તારમાં ૪૦ વર્ષના પુરૂષ (૩૭) પુનીતનગર વિસ્તારમાં ૩૫ વર્ષના પુરૂષ (૩૮) જુની શાક માર્કેટ વિસ્તારમાં ૪૫ વર્ષના પુરૂષ (૩૯) જુની શાક માર્કેટમાં ૩૨ વર્ષની મહિલા (૪૦) મોરીની વાડી પાસે ૨૮ વર્ષના યુવક (૪૧) મોરીની વાડી પાસે ૨૫ વર્ષની યુવતી (૪૨) કબીર શેરીમાં ૨૨ વર્ષના યુવક (૪૩) જરવલા ગામે ૫૨ વર્ષની મહિલા(૪૪) નવયુગ સોસાયટીમાં ૭૫ વર્ષના પુરૂષ (૪૫) મોરભાઈના ડેલામાં ૫ પાંચ વર્ષની બાળકી સહિત વધુ ૪૫ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો અને આ જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૮૨૫ ઉપર પહોંચ્યો હતો.