Get The App

સાણંદ શહેર-તાલુકામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

- અનલોક-૨ શરૃ થયું છતાં કેસો ઘટતા નથી ગામડાઓમાં પણ સંક્રમણ વધતા તંત્રની મુશ્કેલી વધી

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
સાણંદ શહેર-તાલુકામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા 1 - image


સાણંદ, તા.1 જુલાઈ 2020, બુધવાર

અમદાવાદ પાસેના સાણંદ તાલુકાનો કોરોના પીચો છોડતો ન હોય તેમ દરરોજ કેસો નોંધાઈ રહ્યા છે. અનલોક-૨ની શરૃઆતમાં સાણંદ શહેર અને તાલુકામાં બે-બે કેસ નોંધાયા છે. આમ તાલુકામાં કુલ કેસોનો આંક ૧૮૩ થઈ ગયો છે.

સાણંદ તાલુકામાં આજે ચાર કેસ કોરોના પોઝિટીવ આવ્યા હતા. જેમાંથી બે શહેર સ્તિારમાં અને બે ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે સાણંદ તાલુકામાં કુલ કેસની સંખ્યા ૧૮૩ થઈ છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં આવેલ ગાયત્રી પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૫૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

 સાણંદના રિસ્ધિ સિદ્ધિ બંગલોમાં રહેતા ૩૩ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે સાણંદ તાલુકાના બોળ ગામે રાજપૂત વાસમાં રહેતી ૨૮ વર્ષીય  બે યુવતીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે

Tags :