સાણંદ તાલુકામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ : 1 નું મોત
- તાલુકામાં નવા કેસ સાથે દર્દીઓનો કુલ આંક ૧૯૧ થયો
સાણંદ, તા. 4 જુલાઈ 2020, શનિવાર
સાણંદ શહેર-તાલુકામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી ત્યારે શનિવારે સાણંદ તાલુકામાં કોરોના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને એક આધેડ મહિલાનું મોત નિપજ્યું હતું.
સાણંદ તાલુકામાં આજે ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવતા કુલ કેસની સંખ્યા ૧૯૧ થઈ છે. સાણંદ તાલુકાના ગોરજ ગામે રહેતા ૫૫ વર્ષીય પુરૃષને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાણંદ તાલુકાના મોરૈયા ગામે મહેરિયા વાસ ખાતે રહેતો ૩૧ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિનિશ કંપનીમાં નોકરી કરતો અને રહેતો ૨૮ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ ચેખલા ગામના ડેપ્યુટી સરપંચને પણ કોરોનાનું સંક્રમણ લાગતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ તેઓના વૃદ્ધ માતા કેશરબા ઉં. ૭૩નો ૩૦ જૂનને ખાનગી લેબમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. જ્યારે મહિલાનું સારવાર દરમ્યાન ૨ જુલાઈને સાંજે ૪ કલાકે મૃત્યુ નીપજ્યું હતું.