Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 27 કેસ

- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમિતોની સંખ્યામાં રોકેટગતિએ વધારો નોંધાયો

- સૌથી વધુ પાટડી તાલુકામાં ૧૩ અને ધ્રાંગધ્રા તાલુકામાં સાત, લીંબડીમાં પાંચ, સાયલામાં બે કેસ નોંધાયા : જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૭૦૩ થયો

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 27 કેસ 1 - image


સુરેન્દ્રનગર, પાટડી, સાયલા, લીંબડી, ધ્રાંગધ્રા, તા. 26 જુલાઇ 2020, રવિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને દરરોજ શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે દરરોજ સરેરાશ ૩૦થી વધુ વ્યક્તિઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે ત્યારે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૨૭ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. 

જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં (૧) ધ્રાંગધ્રાના તલાવ શેરીમાં રહેતાં હરેશભાઈ ભીખાભાઈ દંગી ઉ.વ.૪૨ (૨) ધ્રાંગધ્રાની ભાર્ગવી સોસાયટીમાં રહેતા મયુરીબા કિરણકુમાર ઝાલા ઉ.વ.૨૦ (૩) ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ પાછળ રહેતાં વિજયભાઈ દલીચંદ ગાંધી ઉ.વ.૪૫ (૪) ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ પાછળ રહેતાં પુર્વાંગ વિજયભાઈ ગાંધી ઉ.વ.૨૩ (૫) ધ્રાંગધ્રાના રેલ્વે કોલોનીમાં રહેતાં જયંતીલાલ લક્ષ્મણભાઈ મકવાણા ઉ.વ.૩૬ (૬) ધ્રાંગધ્રાના રધુવિરનગરમાં રહેતાં મયુરરાજસિંહ જગતસિંહ જાડેજા ઉ.વ.૩૯ (૭) ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતાં ચંદ્રકાન્તભાઈ શીવાભાઈ શેઠ ઉ.વ.૫૯ (૮) સાયલાના સામતપર ગામમાં ૪૦ વર્ષની મહિલા (૯) સાયલાના ભાડુકામાં ૬૦ વર્ષની મહિલા (૧૦) પાટડીના ગેડીયામાં મેધજીખાન હુશેનખાન મલેક ઉ.વ.૪૪  (૧૧) પાટડીના સેડલામાં અબ્દુલખાન મલેક ઉ.વ.૫૨ (૧૨) પાટડી ઠાકોરવાસમાં પાયલબેન કલ્પેશભાઈ ઠાકોર ઉ.વ.૨૦ (૧૩) પાટડીના વઘાડામાં અર્ચનાબેન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.૧૯ (૧૪) પાટડીના વઘાડામાં વર્ષાબેન જનકભાઈ ડોડીયા ઉ.વ.૨૯  (૧૫) પાટડીના વઘાડામાં ગીતાબેન નવઘણભાઈ જાદવ ઉ.વ.૨૮ (૧૬) પાટડીના વઘાડામાં રેખાબેન નરેશભાઈ રાઠોડ ઉ.વ.૨૮ (૧૭) પાટડીના માલણપુરમાં શ્રધ્ધાબેન મિલાપકુમાર જાદવ ઉ.વ.૨૯ (૧૮) પાટડીના માલવણમાં અમીતકુમાર ગૌરીપ્રસાદ બ્રનવલ ઉ.વ.૩૨ (૧૯) પાટડીના વણોદ ગામના બૈસાબેન નાસીકભાઈ પઢીયાર ઉ.વ.૭૦ (૨૦) પાટડીના મિતલબેન ચિરાગભાઈ દસાડીયા ઉ.વ.૨૮ (૨૧) પાટડી શહેરી વિસ્તારના ભદ્રેશ રણજીતભાઈ અધીયારૂ ઉ.વ.૪૬ (૨૨) પાટડી શહેરી વિસ્તારના રામજીભાઈ ઠાકોર ઉ.વ.૫૮ તેમજ લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૫ સહિત કુલ ૨૭ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૭૦૩ ઉપર પહોંચ્યો હતો.

 જ્યારે આરોગ્ય વિભાગની ટીમે કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ સેનેટાઈઝેશન, ક્વોરન્ટાઈન, કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન સહિતની કામગીરી હાથધરી હતી.

Tags :