Get The App

ચુડાના મકાનમાં દરોડો પાડતા 11 જુગારી રંગેહાથ ઝડપાયા

- પોલીસે રૂ. ૧.૬૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
ચુડાના મકાનમાં દરોડો પાડતા 11 જુગારી રંગેહાથ ઝડપાયા 1 - image


લીંબડી, તા. 25 જુલાઇ 2020, શનિવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે બાતમીના આધારે ચુડા ખાતે કાઠીયા શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઈડ કરી હતી.

જેમાં ૧૧ શખ્સો (૧) રણજીતસિંહ ગગજીભા કાઠીયા (૨) પ્રતાપસિંહ જીલુભા મસાણી (૩) જયદીપસિંહ મહિપતસિંહ મસાણી (૪) દિપકભાઈ જગદિશભાઈ આદેસરા (૫) નીખીલભાઈ હેમુભાઈ ગોસાઈ (૬) હર્ષદભાઈ બચુભાઈ ચાવડા (૭) દેવેન્દ્રભાઈ સુરેશભાઈ પરમાર (૮) પરબતસિંહ ઉદેસંગભાઈ પરમાર (૯) નરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર (૧૦) નિલેશકુમાર રમેશભાઈ ગોહિલ તથા અન્ય એક શખ્સ સહિત ૧૧ વ્યક્તિઓ તમામ રહે.ચુડાવાળાને રોકડ રૂા.૮૯,૮૦૦ મોબાઈલ નંગ-૨ કિંમત રૂા.૧૦,૫૦૦ બાઈક નંગ-૩ કિંમત રૂા.૭૦,૦૦૦ સહિત કુલ રૂા. ૧,૬૯,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચુડા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Tags :