સુરત: પ્રવેશના વિવાદાસ્પદ પરિપત્ર વચ્ચે શિક્ષિકાનો નનામો પત્ર, ફરિયાદોના નિકાલ સામે સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: ગુજરાતની શાળાઓમાં પ્રવેશ ના નિયમો અને મંજૂરી વિના પ્રવેશ આપવા બદલ પોક્સો સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાતને પગલે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ વચ્ચે શિક્ષણ સમિતિની એક શિક્ષિકાના નનામા પત્રથી શિક્ષિકાઓની સુરક્ષા અને શોષણની ફરિયાદના નિકાલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પત્રમાં નિરીક્ષક સામે મોબાઈલમાં ફોટા પાડવા, મેમો આપીને માનસિક ત્રાસ ગુજારવા અને સી.આર. બગાડવાની ધમકી આપવા સહિતના ગંભીર આક્ષેપો કરાયા છે. આક્ષેપો સાચા છે કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ સુરક્ષાના નામે ફરિયાદો દબાઈ જવાની અને શિક્ષિકા ન્યાયથી વંચિત રહેવાની આશંકાએ સવાલો ઉભા કર્યા છે. જો ભય અને બદનામીની આશંકાને કારણે શિક્ષિકા ફરિયાદ કરતાં અચકાય તો શોષણની ઘટના બહાર લાવવી મુશ્કેલ બની શકે છે. તેથી પરિપત્રના અમલની આડમાં કોઈ ફરિયાદ દબાઈ ન જાય અને પીડિતાને નિર્ભય બનીને ન્યાય માંગવાની તક મળે તે માટે નિષ્પક્ષ તપાસની માગણી થઈ રહી છે.
થોડા સમય પહેલા જ ઉર્દુ માધ્યમના શિક્ષકોએ એક આવેદનપત્ર આપીને સુપરવાઈઝર સોએબ અજમેરવાલા સામે ફરિયાદકરી હતી જોકે, આ મુદ્દે શિક્ષણ સમિતિએ કોઈ પગલાં ભર્યા નથી ત્યાં અઠવા ઝોનના સુપરવાઈઝર હશનશા ફકીર સામે નનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કરવામા આવ્યા છે ટુંકા ગાળામાં બે સુપરવાઈઝર સામે ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશ આપવા બદલ પોક્સો સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાતને પગલે વિવાદાસ્પદ પરિપત્રની ચર્ચા ચાલી રહી છે. આ પરિપત્રના કારણે ભોગ બનનાર શિક્ષિકાઓ ન્યાયથી વંચિત રહી જાય તેવી શક્યતા ઉભી થઈ રહી છે.
શિક્ષણ સમિતિના સુપરવાઈઝર હશનશા ફકીર સામે ભૂતકાળમાં શિક્ષિકા સાથે તુંકારા થી વાત કરવા અને ઉદ્ધત વર્તન કરવાની ફરિયાદ હતી પરંતુ શાસકો સાથે સુમેળ હોવાથી કોઈ પગલાં ભરાયા ન હતા. ઉર્દુ માધ્યમના સુપરવાઈઝર સામે મોરચો આવતો હવે આ સુપરવાઈઝર સામે લેટર બોમ્બ ફુટ્યો છે. પત્રમાં નિરીક્ષક શિક્ષિકાઓના મોબાઈલમાં ફોટા પાડતા હોવાનો આક્ષેપ કરીને તેમના મોબાઈલની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, શિક્ષિકાઓ સાથે તોછડાઈભર્યું અને ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાનો તથા મેમો આપીને માનસિક ત્રાસ ગુજારવાની અને સી.આર.માં નકારાત્મક નોંધ કરવાની ધમકી આપવાનો પણ આક્ષેપ કરાયો છે.
ફરિયાદ કરનાર શિક્ષિકાઓને સામાજિક બદનામી અને નોકરીમાં મુશ્કેલીનો ભય સતાવતો હોય તો તેઓ પોતાની રજૂઆત જાહેરમાં કરતાં અચકાઈ શકે છે. પરિણામે, ફરિયાદોની હકીકત બહાર આવવામાં અને જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે સમગ્ર મામલે નનામા પત્રમાં કરાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવા સ્વતંત્ર સમિતિ રચવાની માગ ઊઠી છે. અગાઉની ફરિયાદો અંગે તપાસ થઈ હતી કે નહીં અને શું કાર્યવાહી કરવામાં આવી હતી તેની પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. શિક્ષણ સમિતિમાં શિક્ષિકાઓ નિર્ભય બનીને ફરિયાદ કરી શકે તેવી માગણી થઈ રહી છે. પરિપત્રના અમલની આડમાં કોઈની ફરિયાદ દબાઈ ન જાય અને આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે અને શિક્ષિકાને ન્યાય મળે છે કે નહીં તેના પર નજર છે.




