કોઈ ન કરી શક્યું તે 18 વર્ષના ભારતીય ક્રિકેટરે કરી બતાવ્યું, બન્યો વિશ્વનો પ્રથમ બેટર
Images Sourse: Instagram |
IND Under-19 vs England U19: ભારત અને ઈંગ્લેન્ડ અંડર-19 ટીમ વચ્ચે રમાયેલી બે મેચની યુવા ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ છે. આ બંને મેચ ડ્રો રહી હતી, પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને બધા ખુશ છે. સીરિઝની છેલ્લી મેચ 20મી જુલાઈથી 23મી જુલાઈ દરમિયાન ચેમ્સફોર્ડમાં રમાઈ હતી. જ્યાં 18 વર્ષીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટીમને જીત અપાવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.
આયુષ મ્હાત્રે પૂર્વ દિગ્ગજ ખેલાડીનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
બે મેચની યુવા ટેસ્ટ સીરિઝમાં આયુષ મ્હાત્રે 85 સરેરાશ અને 103.66ની સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા હતા.આ શાનદાર પ્રદર્શનથી તેમના નામે વર્લ્ડ રેકોર્ટ નોંધાયો છે. યુથ ટેસ્ટ સીરિઝમાં આયુષ મ્હાત્રે હવે 100થી વધુના સ્ટ્રાઇક રેટથી 300થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. તેમણે ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્રેન્ડન મેક્કુલમે વર્ષ 2001માં દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 95.58ના સ્ટ્રાઈક રેટથી 455 રન બનાવ્યા હતા.
યુથ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ અને રન
આ પણ વાંચો: રિષભ પંતની પગની આંગળીમાં ફ્રેક્ચર, ઓછામાં ઓછા 6 સપ્તાહ સુધી આરામની ડૉક્ટર્સની સલાહ
ઈંગ્લેન્ડે ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે 355 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતી વખતે વૈભવ સૂર્યવંશી ગોલ્ડન ડક પર આઉટ થયો, પરંતુ આયુષ મ્હાત્રેએ 80 બોલમાં 126 રન બનાવીને ઈગ્લેન્ડનો ઉત્સાહ વધાર્યો. જ્યારે ભારત જીતથી 65 રન દૂર હતું, ત્યારે ખરાબ વિઝિબિલિટી અને વરસાદને કારણે મેચ ડ્રો કરવી પડી હતી.