Sports

ગંભીર, દ્રવિડ, ભજ્જી સહિત 7 ખેલાડીઓનું કરિયર ગટરમાં વહાવી દીધું: યોગરાજ સિંહનો BCCI પર ગંભીર આરોપ

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
2011નો વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી બે વર્ષમાં એક ઉથલ-પાથલ ભર્યા ફેરફારના સમયગાળામાંથી પસાર થઈ, જ્યાં તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વિદેશી ટેસ્ટ સીરિઝમાં 0-4થી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતીય ટીમમાંથી એ ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા જેમણે ટીમને ચેમ્પિયન બનાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીર, દ્રવિડ, ભજ્જી સહિત 7 ખેલાડીઓનું કરિયર ગટરમાં વહાવી દીધું: યોગરાજ સિંહનો BCCI પર ગંભીર આરોપ

Yograj Singh Makes Serious Allegations Against BCCI: 2011નો વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આગામી બે વર્ષમાં એક ઉથલ-પાથલ ભર્યા ફેરફારના સમયગાળામાંથી પસાર થઈ, જ્યાં તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વિદેશી ટેસ્ટ સીરિઝમાં 0-4થી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતીય ટીમમાંથી એ ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા જેમણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. 

તે સમયે સિલેક્ટર્સે એમએસ ધોનીને કેપ્ટનશીપના પદ પરથી હટાવવાનો પણ નિર્ણય કરી લીધો હતો, જેમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથ સિલેક્ટર્સ સમિતિના મુખ્ય સભ્યોમાંથી એક હતો. હવે આ બધા અંગે પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અમરનાથની સિલેક્શન કમિટિ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

ગંભીર, દ્રવિડ, ભજ્જી સહિત 7 ખેલાડીઓનું કરિયર ગટરમાં વહાવી દીધું

એક ઈન્ટરવ્યૂમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહ્યું કે, 'તમે (BCCI સિલેક્ટર્સે) આ છોકરાઓને કોઈ પણ કારણ વગર બરબાદ કરી દીધા. ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા છોકરાઓને બરબાદ કરી દીધા. તમે તેમને 2011 પછી બસ જવા દીધા.' તમે 2011 વર્લ્ડ કપ બાદ ટીમને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી. 7 ખેલાડીઓનું કરિયર ગટરમાં વહાવી દીધું. એટલે આપણે સંઘર્ષ કરી રહ્યા હતા.'

તમને જણાવી દઈએ કે, 2011ના વર્લ્ડ કપ પછી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની મોટી સીરિઝમાં મળેલી હાર બાદ ગંભીર, યુવરાજ, ઝહીર અને હરભજન જેવા ખેલાડીઓ ધીમે-ધીમે નેશનલ ટીમમાંથી બહાર થતા ગયા. બીજી તરફ દ્રવિડ અને લક્ષ્મણે પોતાના શાનદાર ટેસ્ટ કરિયરને અલવિદા કહી દીધું.

જોત-જોતામાં 2011ના વર્લ્ડ કપ વિજેતા ટીમના મહત્ત્વપૂર્ણ સભ્યો હોવા છતાં ગંભીર, યુવરાજ, ઝહીર અને હરભજન તમામ 2015ના વર્લ્ડ કપ આવે ત્યાં સુધીમાં વન-ડે ટીમમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા હતા. યોગરાજ સિંહે આ તમામનો આરોપ મોહિન્દર અમરનાથ પર લગાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારે એમએસ ધોની કેપ્ટન હતો ત્યારે આપણે પાંચ સીરિઝ ગુમાવી અને તેને જણાવવામાં આવ્યું કે, તેનું સ્થાન મોહિન્દર અમરનાથ લેશે, પરંતુ આવું કરવાનો તે રસ્તો નહોતો. 

આ પણ વાંચો: પટૌડી ટ્રોફી હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી બની પણ હજુ સુધી અનાવરણ કેમ ન થયું, જાણો કારણ

આ પહેલા અમરનાથે કહ્યું હતું કે, આ કારમી હાર બાદ ધોનીને કેપ્ટન પદ પરથી હટાવવાનું સંપૂર્ણ મન બનાવી લીધુ હતું, પરંતુ તત્કાલીન BCCI અધ્યક્ષ એન.શ્રીનિવાસને તેને હટાવવા પર રોક લગાવી દીધી હતી. અમરનાથે 2012માં એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, 'જ્યારે તમે કોઈ વ્યક્તિનું સમ્માન કરો છો  ત્યારે તમે સવાલ નથી પૂછતા. પરંતુ મારો સવાલ એ છે કે, જો તમારી પાસે એક સિલેક્શન સમિતિ છે જે વિચારે છે કે ભારતીય ક્રિકેટ માટે સૌથી શ્રેષ્ઠ શું છે, તો શા માટે તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં નથી આવતી.'