મારો પણ સમય આવશે...', એશિયા કપમાં સ્થાન ન મળવા અંગે યશસ્વી જયસ્વાલનો જવાબ
Yashasvi Jaiswal: ભારતીય ટીમનું એશિયા કપ 2025માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમે લીગ સ્ટેજની તમામ મેચ જીતીને સુપર-4માં એન્ટ્રી મારી લીધી છે, જ્યાં તેની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, જોકે કેટલાક ખેલાડીઓને મેઈન સ્ક્વૉડમાં સ્થાન નથી મળ્યું, જેમાં યશસ્વી જયસ્વાલનું નામ પણ સામેલ છે. આ વચ્ચે જયસ્વાલે એશિયા કપ ટીમમાં પોતાની અવગણના પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, 'ખેલાડીઓની પસંદગી સિલેક્ટર્સના હાથમાં હોય છે. હું માત્ર સખત મહેનત કરવા પર ધ્યાન આપી રહ્યો છું.'
શુભમન ગિલની એન્ટ્રી
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં તે ખેલના સૌથી નાના ફોર્મેટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એશિયા કપ માટે જ્યારે ટીમની પસદંગી થઈ ત્યારે ટીમમાં યશસ્વીનું નામ ન હોવા પર સવાલ ઉઠ્યા હતા. ગૌતમ ગંભીર હેડ કોચ અને વિરાટ અને રોહિત શર્માની નિવૃતિ પછી અભિષેક શર્મા અને સંજુ સેમસન ટોપ ઓર્ડરમાં જવાબદારી સંભાળી રહ્યા છે. આ વચ્ચે શુભમન ગિલની પણ એશિયા કપની ટીમમાં એન્ટ્રી થઈ છે, જે વાઈસ-કેપ્ટનની ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં જયસ્વાલને લાંબો સમય રાહ જોવી પડી શકે છે.
આ પણ વાંચો: શાહીન આફ્રિદીનો પ્લાન B...', ભારત-પાકિસ્તાન મેચ અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
મારો પણ સમય આવશે
યશસ્વી જયસ્વાલે કહ્યું કે, 'આ બધુ સિલેક્ટર્સના હાથમાં હોય છે. તેઓ આને ટીમ કોમ્બિનેશનના દ્રષ્ટિકોણથી જુએ છે. હું મહેનત કરવાનું ચાલુ રાખીશ અને મને ખબર છે કે મારો સમય પણ આવશે. ત્યાં સુધી હું મારી જાત પર કામ કરતો રહીશ અને સુધારો કરતો રહીશ.'
ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું
યશસ્વી જયસ્વાલે 23 T20 મેચોમાં 723 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 164.31નો રહ્યો છે. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ભારતે શુક્રવારે ઓમાનને 21 રનથી હરાવ્યું અને એશિયા કપના ગ્રુપ લીગ તબક્કાનો અંત જીતની હેટ્રિક સાથે કર્યો. હવે ભારતીય ટીમ 48 કલાકથી ઓછા સમયમાં દુબઈમાં સુપર-4 મેચમાં પાકિસ્તાન સાથે ટકરાશે.