Sports

સિરાજના દમદાર પરફોર્મન્સથી સચિન તેંડુલકર ખુશખુશ, કહ્યું - 'મેં જે સૌથી મોટું પરિવર્તન જોયું...'

By GS TEAM
5 Jul 20252 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપતા ભારતની બીજી ટેસ્ટ જીતવાની આશા થોડી વધી ગઈ છે. એક સમયે ટીમ ઈન્ડિયાના 587 રન સામે ઇંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 387 રન હતો. હેરી બ્રુક (158) અને જેમી સ્મિથ (184*) ની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે યજમાન ટીમ ભારતના સ્કોરની ખૂબ નજીક પહોંચી જશે, પરંતુ પછી સિરાજે આવીને પોતાની બોલિંગથી તબાહી મચાવી અને ઇંગ્લેન્ડની ટીમને 407 રનના સ્કોર પર અટકાવી દીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

સિરાજના દમદાર પરફોર્મન્સથી સચિન તેંડુલકર ખુશખુશ, કહ્યું - 'મેં જે સૌથી મોટું પરિવર્તન જોયું...'

Ind vs Eng 2nd test : ઈંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપતા ભારતની બીજી ટેસ્ટ જીતવાની આશા થોડી વધી ગઈ છે. એક સમયે ટીમ ઈન્ડિયાના 587 રન સામે ઇંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 387 રન હતો. હેરી બ્રુક (158) અને જેમી સ્મિથ (184*) ની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે યજમાન ટીમ ભારતના સ્કોરની ખૂબ નજીક પહોંચી જશે, પરંતુ પછી સિરાજે આવીને પોતાની બોલિંગથી તબાહી મચાવી અને ઇંગ્લેન્ડની ટીમને 407 રનના સ્કોર પર અટકાવી દીધી. 

સિરાજના પરફોર્મન્સનથી સૌ કોઈ ખુશ 

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજને આવું પ્રદર્શન કરતા જોઈને શુભમન ગિલ-ગૌતમ ગંભીર તેમજ સચિન તેંડુલકર ખૂબ જ ખુશ થયા. માસ્ટર બ્લાસ્ટરે સોશિયલ મીડિયા પર સિરાજની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મોહમ્મદ સિરાજની પ્રશંસામાં X પર પોસ્ટ કરતા સચિન તેંડુલકરે લખ્યું, "મેં સિરાજમાં જે સૌથી મોટો ફેરફાર જોયો છે તે બોલને યોગ્ય જગ્યાએ લેન્ડ કરવાની તેની ક્ષમતા, તેની ચોકસાઈ અને સુસંગતતા છે. તેની દ્રઢતાનો બદલો 6 વિકેટોના સ્વરૂપમાં મળ્યો છે. આકાશ દીપે પણ તેને ખૂબ જ સારો ટેકો આપ્યો. શાબાશ!"

બ્રુક અને સ્મિથની પણ કરી પ્રશંસા

સચિન તેંડુલકરે આ સમયગાળા દરમિયાન બ્રુક અને સ્મિથ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૩૦૩ રનની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી, તેમણે આગળ લખ્યું હતું કે, "બ્રુક અને સ્મિથ વચ્ચે ખાસ ભાગીદારી, જેમણે દબાણમાં પણ સુંદર રીતે વળતો હુમલો કર્યો અને ઈંગ્લેન્ડને ભારતના સ્કોરની ખૂબ નજીક લાવ્યું, જેની અપેક્ષા કોઈએ રાખી હતી."

84 રનમાં 5 વિકેટો પડી ગઇ હતી 

મેચ વિશે વાત કરીએ તો, ત્રીજા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે સારી નહોતી, તેમની અડધી ટીમ 84 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ બધાને લાગ્યું કે ભારત યજમાન ટીમને ફોલો-ઓન પણ આપી શકે છે. પરંતુ પછી હેરી બ્રુક અને જેમી સ્મિથે એટલી જોરદાર બેટિંગ કરી કે કોઈ ભારતીય બોલર પાસે જવાબ નહોતો. જ્યારે ઈંગ્લેન્ડે 387 રનના સ્કોર પર હેરી બ્રુકના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી, ત્યારે ભારતીય બોલરોએ રાહતનો શ્વાસ લીધો અને આખી ટીમને 407 રનમાં ઓલઆઉટ કરી દીધી.