IPL Player Yash Dayal Rape Case : આઈપીએલ-2026ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર યશ દયાલ અંગત કારણોસર આગામી આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તાજેતરમાં જ આરસીબીના ઓફિશિયલ પોસ્ટર અને ટ્રેનિંગ સેશનમાં દયાલની ગેરહાજરી બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી, જેનો હવે ટીમે ખુલાસો કર્યો છે.
RCBએ યશ દયાલ અંગે શું કહ્યું?
આ અંગે આરસીબીના ક્રિકેટ ડાયરેક્ટર મો બોબાટે પુષ્ટિ કરી છે કે, યશ દયાલ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને આ સ્થિતિમાં ટીમ સાથે જોડાવું તેમના અને ફ્રેન્ચાઈઝી બંનેના હિતમાં નથી. જોકે, આરસીબીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ખેલાડીના સમર્થનમાં છે અને દયાલ હજુ પણ ટીમ સાથે કોન્ટ્રાક્ટમાં જ રહેશે.
આ પણ વાંચો : IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી
યશ દયાલ પર ગંભીર કેસ
યશ દયાલ અત્યારે ગંભીર કાયદાકીય વિવાદોમાં ફસાયેલા છે. તેમના પર સગીરા સાથે દુષ્કર્મના ગંભીર આક્ષેપો લાગેલા છે, જેને કારણે કોર્ટે અગાઉ તેને આગોતરા જામીન આપવાનો પણ ઇનકાર કર્યો હતો. આ વિવાદની શરૂઆત જુલાઈ 2025માં થઈ હતી જ્યારે એક મહિલાએ લગ્નની લાલચ આપી શોષણ કરવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ જયપુરમાં તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ વધુ એક કેસ નોંધાયો હતો. આ કાનૂની ગુંચવણો અને અંગત મુશ્કેલીઓને કારણે તે આ વર્ષે આઈપીએલ રમી શકશે નહીં.
આ પણ વાંચો : IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે


