Schedule of World Test Championship 2025-27 : સાઉથ આફ્રિકાએ ગઈકાલે (14 જૂન) ક્રિકેટના ઈતિહાસમાં મેજર અપસેટ સર્જી ડિફેન્ડિંગ ચમ્પિયન ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પાંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ત્યારે આ જીતના એક દિવસ બાદ એટલે કે આજે (15 જૂન) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
ભારત 20 જૂનથી WTC-2025-27ની સફર શરૂ થશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં કુલ 9 ટીમો વચ્ચે કુલ 71 મેચો રમાશે. આ ટુર્નામેન્ટની શરૂઆત 17 જૂનથી શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની મેચથી શરૂ થશે. આ મેચ શ્રીલંકના ગૉલ સ્ટેડિયમમાં રમાવાની છે. શેડ્યૂલ મુજબ ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 22 મેચો અને ઈંગ્લેન્ડ 21 મેચો રમશે. બંને ટીમો આ વર્ષના અંતે એશિઝ સિરીઝમાં સામસામે ટકરાશે. જ્યારે ભારતીય ટીમની 20 જૂનથી WTC-2025-27ની સફર શરૂ થશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે.
ભારતીય ટીમ કુલ 18 ટેસ્ટ મેચ રમશે
ભારતીય ટીમ સુકાની શુભમન ગિલની આગેવાની હેઠળ ટુર્નામેન્ટમાં કુલ 18 મેચ રમશે. ટીમ ઈન્ડિયની ડબલ્યુટીસીની સફર 20 જૂનથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થશે અને આ દરમિયાન કુલ પાંચ ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ભારત વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હોમગ્રાઉન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે. પછી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ બંને ટીમો સાથે ટેસ્ટ મેચ રમશે.

આ પણ વાંચો : ગુજરાતમાં રમતાં જોવા મળશે વિરાટ-રોહિત, BCCIએ IND vs NZ વન-ડે સીરિઝની જાહેરાત કરી
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027માં ભાગ લેનાર ટીમો
- ભારત
- પાકિસ્તાન
- બાંગ્લાદેશ
- ઈંગ્લેન્ડ
- ન્યૂઝીલેન્ડ
- ઓસ્ટ્રેલિયા
- દક્ષિણ આફ્રિકા
- શ્રીલંકા
- વેસ્ટ ઇન્ડીઝ
ભારતીય ટીમ આ ટીમો સામે રમશે મેચ
- ઈંગ્લેન્ડ : 5 મેચ
- વેસ્ટ ઈન્ડિઝ : 2 મેચ
- દક્ષિણ આફ્રિકા : 2 મેચ
- ઓસ્ટ્રેલિયા : 5 મેચ
- શ્રીલંકા : 2 મેચ
- ન્યૂઝીલેન્ડ : 2 મેચ
WTC-2023-25માં ભારત ત્રીજા સ્થાને રહ્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સાઉથ આફ્રિકા ચેમ્પિયન બની ગયું છે. આ ટુર્નામેન્ટમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. જોકે આ વખતે ટીમ ઈન્ડિયાની મોટાભાગની મેચો હોમગ્રાઉન્ડમાં જ રમાવાની છે, તેથી ભારત જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. આ વખતે ઓસ્ટ્રેલિયા ભારત આવવાની છે, તેથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને ગત હારનો બદલો લેવની તક છે.
WTC ટુર્નામેન્ટમાં કંઈ ટીમો કેટલી ટેસ્ટ મેચ રમશે
આ વખતની WTC ટુર્નામેન્ટમાં માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટીમ ઈન્ડિયાથી વધુ 5-5 ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા કુલ 22, ઈંગ્લેન્ડ કુલ 21, ભારત 18, ન્યૂઝીલેન્ડ 16, વેસ્ટ ઈન્ડિઝ 14, સાઉથ આફ્રિકા 14, પાકિસ્તાન 13, શ્રીલંકા 12 અને બાંગ્લાદેશ 12 ટેસ્ટ મેચ રમશે.


