mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટ વર્લ્ડ ચેમ્પિયનશિપના પહેલા મુકાબલામાં હારી

- મોંગોલિયાની ખુલના બત્ખુયાગ સામે ૦-૭થી હારી

- વિનેશે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો

Updated: Sep 13th, 2022

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટ વર્લ્ડ ચેમ્પિયનશિપના પહેલા મુકાબલામાં હારી 1 - image

બેલગ્રાડે, તા.૧૩

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગટ બેલગ્રાડેમાં ચાલી રહેલી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં પહેલો જ મુકાબલો હારીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. વિનેશને ૫૩ કિગ્રાની ફ્રિસ્ટાઈલ કુસ્તીની ઈવેન્ટમાં મોંગોલિયાની ખુલના બત્ખુયાગે ૦-૭થી એક તરફી મુકાબલામાં હરાવી હતી. હવે જો ખુલના ફાઈનલમાં પ્રવેશે તો તેને રિપેચાર્જમાં તક મળી શકેચ

વિનેશને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૦મો સીડ આપવામાં આવ્યો હતો. વિનેશ પ્રભાવ પાડી શકી નહતી અને આખરી પળોમાં સંતુલન ગુમાવતા પડી ગઈ હતી, જેનો ફાયદો તેની હરિફને મળ્યો હતો. નોંધપાત્ર છે કે, ભારતની જુનિયર કુસ્તીબાજ અંતિમે ગત મહિને જ અંડર-૨૩ એશિયન મીટમાં મોંગોલિયાની ખુલનાને હરાવી હતી. યોગાનુંયોગ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં વિનેશે અંતિમને હરાવીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.

ભૂતપૂર્વ સિલ્વર મેડાલીસ્ટ અંશુ મલિકની ગેરહાજરીમાં વિનેશ પાસે ભારતને ગોલ્ડ મેડલની આશા હતી. વધુમાં તેેની વેઈટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન જાપાની કુસ્તીબાજ એકાનરી ફુજીનારી ઈજાના કારણે ખસી ગઈ હોવાથી વિનેશની રાહ આસાન મનાતી હતી.

ભારતની સુષ્મા શોકીન મહિલાઓની ૫૫ કિગ્રા વજનવર્ગની ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓલેક્સાન્દ્રા ખોમેનેટ્સ સામે હારી હતી. યુક્રેનિયન કુસ્તીબાજ ફાઈનલમાં પ્રવેશતા સુષ્માને રિપેચાર્જમાં તક મળી હતી, પણ તે બીજા રાઉન્ડમાં હારી હતી.



Gujarat