Get The App

RCBના કારણે મહિલા વર્લ્ડ કપ સંકટમાં! કર્ણાટક સરકારે સ્ટેડિયમ પર લગાવ્યો પ્રતિબંધ, ICC-BCCI બંને મુશ્કેલીમાં

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
RCBના કારણે મહિલા વર્લ્ડ કપ સંકટમાં! કર્ણાટક સરકારે સ્ટેડિયમ પર લગાવ્યો પ્રતિબંધ, ICC-BCCI બંને મુશ્કેલીમાં 1 - image
Image source: IANS 

M Chinnaswamy stadium: સપ્ટેમ્બર મહિનામાં ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં મહિલા વનડે વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ તે પહેલાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને ઝટકો લાગ્યો છે. ભારતમાં વર્લ્ડકપની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી શરુ થવા જઈ રહી છે. આ સ્ટેડિયમમાં હવે કર્ણાટક સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કર્ણાટકની સરકારે સુરક્ષાનો હવાલો આપીને સ્ટેડિયમમાં મેચના આયોજન માટે મંજૂરી નથી આપી. જણાવી દઈએ કે ભારતમાં એ જ સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચનું આયોજન થવાનું છે ત્યારે કર્ણાટક સરકારનો આ નિર્ણય BCCI, ICC માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો : 41 બોલમાં સદી ફટકારનારો દ. આફ્રિકાનો સૌથી યુવા બેટર, જાણો બીજા કયા રેકોર્ડ સર્જાયા

RCB છે કારણ

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચના આયોજન માટે મંજૂરી ન આપવાનું સૌથી મોટું કારણ IPL-2025ની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) છે. IPL-2025નું ટાઇટલ જીત્યા બાદ RCBની ટીમે બેંગલુરુમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કર્યું હતું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી કરી હતી. ત્યારે સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. ત્યારબાદ કોર્ટના રિપોર્ટને આધારે કર્ણાટક સરકારે સ્ટેડિયમ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

KSCAએ નારાજગી વ્યક્ત કરી

એક રિપોર્ટ પ્રમાણે બેંગલુરુમાં જે મેચનું આયોજન થવાનું હતું તે હવે બીજા રાજ્યમાં શિફ્ટ કરવામાં આવશે. જેમાં ઓપનિંગ સેરેમની પણ સામેલ છે. જસ્ટિન જોન માઇકલ ડી કુન્હાના કમિશનના રિપોર્ટને કેબિનેટમાં મંજૂરી મળ્યા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમને મોટા કાર્યક્રમોના આયોજન માટે અસુરક્ષિત જાહેર કરવામા આવ્યું છે. આ નિર્ણયથી કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA) નારાજ છે. સંઘનું કહેવું છે કે આ સ્ટેડિયમમાં 750 મેચ અને 15 IPL સિઝનનું આયોજન વગર કોઈ હેરાનગતિએ થયું છે. અધિકારીએ જણાવ્યું કે, 'અમે દર્શક વગરની મેચના આયોજન માટે વિનંતી કરી હતી, તેની પણ મંજૂરી આપવામાં ન આવી.'

Tags :