Get The App

IND vs ENG : ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવા પંત ફરી મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો, શાર્દુલ 41 રન બનાવી આઉટ

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG : ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવા પંત ફરી મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો, શાર્દુલ 41 રન બનાવી આઉટ 1 - image
Images Sourse: IANS

IND vs ENG: ભારતીય અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે (24મી જુલાઈ) બીજો દિવસ છે. ભારતીય ટીમે પહેલા દિવસની રમતના અંતે 4 વિકેટે 264 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિકેટકીપર-બેટર રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે ચર્ચા એવી હતી કે પંતની જગ્યાએ બીજો કયો ખેલાડી આવશે. જો કે બાદમાં BCCIએ જાહેરાત કરી હતી કે પંત ટીમને જરૂર પડશે તો બેટિંગ માટે હાજર રહેશે પરંતુ તેની જગ્યાએ કીપર તરીકે જુરેલના નામની જાહેરાત કરી હતી.

જો કે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં દેખાતા આખરે પંત મેદાન પર ફરી વખત બેટિંગ કરવા ઉતર્યો હતો. મહત્ત્વનું છે કે 37 રન પર પંત જ્યારે ઈજાગ્રસ્ત થયો ત્યાર બાદ જાડેજા અને શાર્દુલ ઠાકુરે થોડો સમય સારી પાર્ટનરશીપ કરીને ટીમ માટે વધારે રન જોડ્યા હતા. પરંતુ જાડેજા 20 રને આઉટ થયો હતો અને શાર્દુલ પણ 41 રન બનાવીને આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાનો સ્કોર 314 રન પર હતો. આવામાં 314 રન પર છઠ્ઠી વિકેટ પડી જતા પંત ફરી વખત મેદાન પર બેટિંગ કરવા માટે આવ્યો હતો અને પોતાની 37 રન પછીની ઈનિંગ શરૂ કરી હતી. મહત્ત્વનું છે કે ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 400થી વધુ રનની આશા રાખી રહ્યું છે અને તેના કારણે જ જ્યારે હવે ટીમને સારા બેટરની જરૂર છે ત્યારે પંત મેદાન પર પરત આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે જો પંત બેટિંગ કરવા ન ઉતર્યો હોત તો ટીમ ઈન્ડિયાને 10 બેટરથી કામ ચલાવવું પડ્યું હતું. કારણ કે પંતના ઈજાગ્રસ્ત થયા બાદ ટીમને કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ પડ્યો હતો. 

કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ શું છે?

કન્કશન સબસ્ટિટ્યુટના નિયમ અનુસાર, જો કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે, તો ટીમને બીજો ખેલાડી મળે છે જે બેટિંગ અને બોલિંગ કરી શકે છે, પરંતુ બોલ પંતના પગમાં ઈજા પહોંચી છે. તેના માથામાં નહીં, તેથી ભારતીય ટીમને કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ હેઠળ બીજો ખેલાડી મેળવશે નહીં. તેના બદલે ભારતીય ટીમ એવા ખેલાડીને સમાવી શકે છે જે ફક્ત ફિલ્ડિંગ કરી શકે છે. 

જરૂર પડશે તો પંત બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે: બીસીસીઆઈ

બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રિષભ પંથને લઈને મોટું અપડેટ આપ્યું હતું.  બીસીસીઆઈ અનુસાર, રિષભ પંતને મેનચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ડાબા પગમાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તેઓ આ ટેસ્ટ મેચમાં હાલ વિકેટકીપિંગ નહીં કરે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, ઈજા છતાં રિષભ પંત બીજા દિવસે ટીમની સાથે હાજર છે અને જરૂર પડવા પર તે બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે તેવું જણાવ્યું હતું.


આ પણ વાંચો: લંડનના રસ્તા પર ચહલ યુવતી સાથે ફરતો દેખાયો, VIDEO વાઈરલ, ફરી અફેરની ચર્ચા શરૂ

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંત શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. ક્રિસ વોક્સના બોલને રિવર્સ હિટ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો તેના પગમાં વાગ્યો હતો. બોલ વાગતાં પંતને પગમાંથી લોહી નીકળ્યું અને ફિઝિયોને તાત્કાલિક મેદાન પર બોલાવવામાં આવ્યા, પરંતુ તે રમવાની સ્થિતિમાં ન હતો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું.

પહેલા દિવસની મેચમાં શું બન્યું?

ભારતીય અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓપનર યશસ્વી જયસ્વાલે 58 રન બનાવ્યા હતા, જ્યારે સાઈ સુદર્શને 61 રન બનાવ્યા હતા. દિવસની રમતના અંત સુધીમાં જાડેજા અને શાર્દુલ 19-19 રન સાથે ક્રીઝ પર હતા. બેટર રિષભ પંત પગની ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. 

Tags :