Get The App

ઈંગ્લેન્ડ સામે 5 વિકેટો ઝડપી છતાં ઉજવણી કેમ ન કરી? ખુદ બુમરાહે કર્યો ઘટસ્ફોટ

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
ઈંગ્લેન્ડ સામે 5 વિકેટો ઝડપી છતાં ઉજવણી કેમ ન કરી? ખુદ બુમરાહે કર્યો ઘટસ્ફોટ 1 - image


India vs England 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગના બીજા દિવસે 387 રનમાં સમેટાઈ ગઈ હતી. જો રૂટે ઈગ્લેન્ડ માટે પહેલી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી અને સૌથી વધુ 104 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની 37મી સદી પણ હતી. બીજી તરફ ભારતીય ટીમ  માટે બોલિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 5 વિકેટ લીધી. જો કે, આ 5 વિકેટ લીધા પછી, બુમરાહે ઉજવણી કરી ન હતી, જેનું કારણ તેમણે જણાવ્યું હતું.

બુમરાહએ ઉજવણી કેમ ન કરી?

આ સીરિઝમાં જસપ્રીત બુમરાહનો બીજો 5 વિકેટનો રેકોર્ડ છે. અગાઉ તેમણે લીડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે, તેને બીજી ટેસ્ટ મેચથી આરામ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ બુમરાહ પરત ફર્યો અને ફરી એકવાર 5 વિકેટ લીધી. બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી બુમરાહે કહ્યું, 'હું થાકી ગયો હતો, તેથી મેં ઉજવણી ન કરી. હું 21-22 વર્ષનો નથી જે ખૂબ કૂદકા મારૂ અને નાચુ . હું ફક્ત શાનદાર બોલિંગ કરવા માંગતો હતો.'

આ પણ વાંચો: IND vs ENG: લોર્ડ્સમાં બીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 145/3, કેએલ રાહુલની ફિફ્ટી

આ પાંચ વિકેટ ઝડપી

પહેલી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડના જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરને પેવેલિયન મોકલી દીધા હતા.

ભારતીય ટીમે બીજા દિવસે 145 રન બનાવ્યા

બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા હતા. ભારતીય ટીમે  યશસ્વી જયસ્વાલ 13 રન, કરુણ નાયર 40 રન અને શુભમન ગિલ 16 રને પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે કે.એલ. રાહુલ 53 રન અને રિષભ પંત 19 રન પર અણનમ છે. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતા, જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ અને બેન સ્ટોક્સે બીજા દિવસે 1-1-1 વિકેટ મેળવી.

Tags :