Get The App

ભારતના પ્રથમ વન-ડે ક્રિકેટ ટીમ કેપ્ટન કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ, જુઓ યાદી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના પ્રથમ વન-ડે ક્રિકેટ ટીમ કેપ્ટન કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ, જુઓ યાદી 1 - image


Team India's ODI Captain List: શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે ભારતીય વન-ડે ટીમની કમાન પણ સોંપી દેવામાં આવી છે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરતા નવા કેપ્ટનની પણ જાહેરાત કરી. રોહિત શર્મા બાદ ગિલ ભારતનો 28મો વન-ડે કેપ્ટન બન્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પ્રથમ વન-ડે કેપ્ટન કોણ હતા? ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વનડે મેચ ક્યારે રમી હતી? જો તમારા મનમાં પણ આવા સવાલો હોય, તો ચાલો આજે આ અંગે વિગતવાર જાણીએ. ભારતે 1974માં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી વન-ડે રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અજીત વાડેકરે કરી હતી, જે ભારતીય વન-ડે ટીમના પ્રથમ કેપ્ટન હતા. જોકે, તે મેચમાં ભારતને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

વાડેકરનું કેપ્ટનશીપ કરિયર લાંબા સમય ન ચાલ્યું

જોકે, વાડેકરનું કેપ્ટનશીપ કરિયર લાંબા સમય ન ચાલ્યું અને બે મેચ બાદ જ ભારતીય વન-ડે ટીમના કેપ્ટન બદલી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જવાબદારી શ્રીનિવાસ વેંકટરાઘવનને મળી અને તેઓ ભારતના બીજા વન-ડે કેપ્ટન બન્યા. વેંકટરાઘવને 7 મેચમાં ટીમ ઈન્ડિયાને લીડ કરી, ત્યારબાદ કેપ્ટનશીપની જવાબદારી બિશન સિંહ બેદીને સોંપવામાં આવી હતી, જેમણે ચાર વન-ડે મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

 ગાવસ્કરે 37 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી

વન-ડે કેપ્ટનશીપમાં થઈ રહેલા સતત ફેરફારો બાદ ભારતને સુનીલ ગાવસ્કર મળ્યા, જેમણે લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. ગાવસ્કરે 37 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી. 

કપિલ દેવે 74 મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું

ગાવસ્કર બાદ એક મેચ માટે ગુંડપ્પા વિશ્વનાથને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ 1983 પહેલા આ જવાબદારી કપિલ દેવને સોંપી દેવામાં આવી. કપિલ દેવે 74 મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને આ દરમિયાન તેમણે 1983નો વર્લ્ડ કપ પણ જીતાડ્યો.

 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમમાં એન્ટ્રી

ગાવસ્કર બાદ ભારતીય વનડે ટીમે પાંચ કેપ્ટન બદલ્યા પરંતુ કોઈમાં લીડરશિપ ક્વોલિટી નજર ન આવી. ત્યારબાદ 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમમાં એન્ટ્રી થઈ. અઝહરુદ્દીન 100થી વધુ વન-ડે મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ખેલાડી બન્યા. તેમણે કુલ 175 મેચોમાં ટીમને લીડ કરી. 

સચિન તેંડુલકરે  72 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી

સચિન તેંડુલકર પણ ભારતીય વન-ડે ટીમની કમાન સંભાળી ચૂક્યા છે, અઝહરુદ્દીન પછી તેઓ 72 મેચોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા.

સૌરવ ગાંગુલીએ ભારતીય વન-ડે ટીમની તસવીર બદલી નાખી 

1999માં સૌરવ ગાંગુલી આવ્યા અને તેણે ભારતીય વન-ડે ટીમની તસવીર બદલી નાખી અને દેશની સાથે-સાથે વિદેશી ધરતી પર પણ ભારતીય ટીમને જીતવાનું શીખવ્યું.

એમએસ ધોની 200 વન-ડેમાં કેપ્ટનશીપ કરનાર એકમાત્ર ભારતીય

ગાંગુલી બાદ દ્રવિડ, સેહવાગ અને કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓએ કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી, પછી એમએસ ધોનીની એન્ટ્રી થઈ જેણે ભારતીય ટીમને એક અલગ જ સ્તરે પહોંચાડી. એમએસ ધોની 200 વન-ડેમાં કેપ્ટનશીપ કરનાર એકમાત્ર ભારતીય છે. તેના નેતૃત્વમાં ભારતે 2011નો વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

આ પણ વાંચો: વન-ડે કેપ્ટન બનતાં શુભમન ગિલની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો

વિરાટ કોહલી અને રોહિત શર્મા

ત્યારબાદ બે ખેલાડીઓએ વન-ડે કેપ્ટન તરીકે ઓળખ મેળવી છે, જે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. કોહલીએ 95 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે રોહિતે 56 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. હવે, કમાન શુભમન ગિલના હાથમાં છે, ત્યારે તે કેટલો સમય ટીમનું નેતૃત્વ કરી શકશે તે જોવું રહેશે.

ભારતીય વન-ડે કેપ્ટનની યાદી: 

પ્લેયર

પ્રથમ મેચ

મેચ

જીત

હાર

અજીત વાડેકર

13/07/1974   

2

 

 

0 (0.00%)

 

2 (100.00%)

એસ. વેંકટરાઘવન

 

07/06/1975

 

7

 

1 (14.29%)

 

 

6 (85.71%)

બિશન સિંહ બેદી

21/02/1976

 

4

 

1 (25.00%)

 

 

3 (75.00%)

સુનીલ ગાવસ્કર

06/12/1980

 

37

 

14 (37.84%)

 

21 (56.76%)

ગુંડપ્પા વિશ્વનાથ

15/02/1981

 

1

 

0 (0.00%)

 

1 (100.00%)

કપિલ દેવ

12/09/1982

 

74

 

39 (52.70%)

 

 

33 (44.59%)

સૈયદ કિરમાણી

17/12/1983

 

1

 

0 (0.00%)

 

 

1 (100.00%)

મોહિન્દર અમરનાથ

31/10/1984

 

1

 

0 (0.00%)

 

0 (0.00%)

રવિ શાસ્ત્રી

27/01/1987

 

11

 

4 (36.36%)

 

7 (63.64%)

દિલીપ વેંગસરકર

08/12/1987

 

18

8 (44.44%)

 

 

10 (55.56%)

કે શ્રીકાંત

13/10/1989

 

13

 

4 (30.77%)

 

8 (61.54%)

મોહમ્મદ અઝહરુદ્દીન

01/03/1990

 

175

 

90 (51.43%)

 

77 (44.00%)

સચિન તેંડુલકર

28/08/1996

 

72

 

23 (31.94%)

 

42 (58.33%)

અજય જાડેજા

20/05/1998

 

13

 

8 (61.54%)

 

5 (38.46%)

સૌરવ ગાંગુલી

05/09/1999

 

147

 

76 (51.70%)

 

 

66 (44.90%)

રાહુલ દ્રવિડ

14/12/2000

 

79

 

42 (53.16%)

 

 

33 (41.77%)

અનિલ કુંબલે

25/01/2002

 

1

 

1 (100.00%)

 

0 (0.00%)

વીરેન્દ્ર સેહવાગ

16/04/2003

 

12

 

7 (58.33%)

 

5 (41.67%)

એમએસ ધોની

29/09/2007

 

200

 

110 (55.00%)

 

74 (37.00%)

સુરેશ રૈના

28/05/2010

 

12

 

6 (50.00%)

 

 

5 (41.67%)

ગૌતમ ગંભીર

28/11/2010

 

6

 

6 (100.00%)

 

 

0 (0.00%)

વિરાટ કોહલી

02/07/2013

 

95

65 (68.42%)

 

 

27 (28.42%)

અજિંક્ય રહાણે

10/07/2015

 

3

 

3 (100.00%)

 

0 (0.00%)

રોહિત શર્મા

10/12/2017

 

56

 

42 (75.00%)

 

12 (21.43%)

શિખર ધવન

18/07/2021

 

12

 

7 (58.33%)

 

 

3 (25.00%)

કેએલ રાહુલ

19/01/2022

 

12

 

8 (66.67%)

 

4 (33.33%)

હાર્દિક પંડ્યા

17/03/2023

 

3

 

2 (66.67%)

 

 

1 (33.33%)


Tags :