Image Source: Twitter
KKR vs RR: રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 19 વર્ષના એક ખેલાડીનું સ્વપ્ન સાકાર થયું. કર્ણાટકના મેંગલુરુથી નીકળીને ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) સુધી પહોંચનારા લેગ-સ્પિનર યશ રાજ પૂંજા ડેબ્યૂ મેચમાં જ છવાઈ ગયો. આ પહેલા તેણે એક પણ T20 મેચ નહોતી રમી. રાજસ્થાન રોયલ્સ (RR)નો આ બોલર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ઈમપેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતર્યો અને પોતાનો પ્રભાવ છોડી ગયો.
યશ રાજની ઘાતક બોલિંગ
યશ રાજે પોતાના કોટાની ચાર ઓવરમાં ખૂબ જ ઘાતક બોલિંગ કરી, જેમાં 6.20ના ઈકોનોમી રેટથી 25 રન આપ્યા. આટલું જ નહીં તેણે KKRના ખતરનાક બેટ્સમેન રમનદીપ સિંહની મહત્વપૂર્ણ વિકેટ પણ ખેરવી હતી. પોતાની આ ઘાતક બોલિંગથી તેણે ટીમ મેનેજમેન્ટનો તેના પરનો વિશ્વાસ સાચો સાબિત કર્યો.
Yash Punja, 6 ft, 19, spent 2 years as a net bowler for the Royals, aged 17
— Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2026
We finally secured his services at this year’s IPL Auction
And today, he has his first wicket in Pink 💗
Fun fact: His early days saw him switch to leg-spin on the advice of his elder brother - who… pic.twitter.com/Q52VKZr96A
મહારાજા કપમાં કર્યો કમાલ
- યશ રાજ પૂંજાની IPLસફર રાતોરાત નક્કી નથી. તેની પાછળ તેની વર્ષોની મહેનત છુપાયેલી છે.
- 2025માં રમાયેલી ઘરેલુ ટુર્નામેન્ટ મહારાજા કપમાં તેણે પોતાની સ્પિનનો જાદુ વિખેર્યો હતો.
- આ ટુર્નામેન્ટમાં તેણે 10 મેચ રમીને 12.48ની એવરેજથી 23 વિકેટ ઝડપી હતી.
- તે સીરિઝનો બીજો સૌથી સફળ બોલર હતો. ત્યારબાદ રાજસ્થાને તેના પર દાવ લગાવ્યો અને તેને ઓક્શનમાં 30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદી લીધો.
આ પણ વાંચો: IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી: રિપોર્ટ
લાંબા કદનો છે સ્પિનર
આ લાંબા કદના લેગ-સ્પિનરની સૌથી મોટી તાકાત તેની ગુગલી અને બોલ પરની વિવિધતામાં છુપાયેલી છે. તે પિચમાંથી વધારાનો ઉછાળો અને ટર્ન મેળવવા માટે પોતાની હાઈટનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે રાજસ્થાન રોયલ્સ પાસે પહેલાથી જ રવીન્દ્ર જાડેજા અને રવિ બિશ્નોઈ જેવા દિગ્ગજ સ્પિનરો છે. મેચની વાત કરીએ તો કોલકાતાએ રાજસ્થાનને 4 વિકેટથી હરાવ્યું હતું.


