Get The App

તૂટેલું બેટ જોઈ અચાનક ભડક્યો સિરાજ? પ્રેક્ટિસ સેશન વખતે બની ઘટના

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
તૂટેલું બેટ જોઈ અચાનક ભડક્યો સિરાજ? પ્રેક્ટિસ સેશન વખતે બની ઘટના 1 - image


Image Source: Twitter

Mohammed Siraj Angry During Practice Session: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ બુધવારથી એજબેસ્ટનમાં રમાશે. હવે તે પહેલાં પ્રેક્ટિસ સેશન દરમિયાન મોહમ્મદ સિરાજ પોતાનું તૂટેલો બેટ જોઈને ભડકી ગયો હતો. હવે તે ગુસ્સો હતો કે ખાલી દેખાડો હતો તે નથી ખબર, કારણ કે, થોડી જ વારમાં સિરાજ હસવા લાગ્યો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફાસ્ટ બોલર હાથમાં બેટ લઈને તેના સાથી ખેલાડીઓને પૂછી રહ્યો છે કે, મારું બેટ કેવી રીતે તૂટી ગયું?

તૂટેલો બેટ જોઈ અચાનક ભડક્યો સિરાજ

પ્રેક્ટિસ સેશન દરમિયાન સિરાજને ખબર પડી કે તેનું બેટ તૂટી ગયું છે. વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે, તે સાથી ખેલાડીઓને પૂછી રહ્યો છે તે 'મારું બેટ કેવી રીતે તૂટી ગયું? મારું બેટ કોણે તોડી નાખ્યું, યાર?' વીડિયો ક્લિપમાં કેટલાક ખેલાડીઓ બેકગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરતા પણ દેખાય રહ્યા છે. જોકે, તે સ્પષ્ટ નથી કે સિરાજ કોને અથવા શેના માટે બેટ વિશે પૂછી રહ્યો છે કારણ કે તેઓ વીડિયો ક્લિપમાં નથી દેખાય રહ્યા. 

વીડિયોમાં સિરાજ ખૂબ ગુસ્સામાં દેખાય છે. એવું લાગી રહ્યું છે કે, જેને તે બેટ વિશે પૂછી રહ્યો છે તેને ગુસ્સામાં જોઈ રહ્યો છે. પરંતુ પછી તે તરત જ હસવા લાગે છે.

આ પણ વાંચો: રિષભ પંતે ખુદને આપી આટલી મોટી સજા જેનું ફળ ઈંગ્લેન્ડમાં મળ્યું, બીજી ટેસ્ટ અગાઉ ખુલાસો

બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર મોટી જવાબદારી 

ભારત ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરિઝમાં 1-0થી પાછળ છે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા એજબેસ્ટનમાં જીતીને ઈંગ્લેન્ડને પોતાની લીડ મજબૂત કરતા રોકવાનો પ્રયાસ કરશે. બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર મોટી જવાબદારી રહેશે કારણ કે જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ છે.

Tags :