જો વરસાદના કારણે દિલ્હી-મુંબઈની મેચ રદ થાય તો કઈ ટીમ જશે પ્લેઑફમાં? જાણો સમીકરણો
IPL 2025 Qualification Scenarios for MI and DC: IPL 2025 ની 63મી મેચ આજે એટલે કે 21 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ મુંબઈ અને દિલ્હી બંને માટે પ્લેઑફમાં પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ હાલ મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિ છે. એવામાં ભારે વરસાદના કારણે મેચ રદ પણ થઇ શકે છે.
આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમની પ્લેઑફ રેસ પર તેની શું અસર પડશે અને મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોને પ્લેઑફની ટિકિટ મળશે.
જો MI vs DC મેચ રદ થાય તો?
જો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદથી રદ થાય છે, તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળી જશે. MI હાલમાં 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે DC 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. આ બંને ટીમ પ્લેઑફમાં છેલ્લા સ્થાન માટે લડી રહી છે. જો MI vs DC મેચ વરસાદથી રદ થાય છે, તો મુંબઈના 15 પોઈન્ટ થશે અને દિલ્હીના 14 પોઈન્ટ થશે. બંને ટીમની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ 69 કરોડમાં ખરીદ્યો મહેલ જેવો એપાર્ટમેન્ટ, ખાસિયતો જાણી ચોંકશો
IPLનો નવો નિયમ મદદરૂપ થઈ શકે છે
ઇન્ડિયન પ્રીમિયર લીગે બુધવારે એક ખાસ નિયમ જાહેર કર્યો હતો જેમાં હવામાનને ધ્યાનમાં રાખીને બાકીની મેચ માટે એક વધારાનો કલાક ફાળવવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે ટીમ દીઠ 5 ઓવર માટેનો કટ-ઓફ પહેલા રાત્રે 10:56 વાગ્યાનો હતો, પરંતુ તે એક કલાક આગળ વધારીને રાત્રે 11:56 વાગ્યાનો કરવામાં આવશે. જ્યારે આનાથી ફેન્સને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ તે બંને ટીમને ગેમ સમાપ્ત કરવાની તક આપશે.