Get The App

ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ 69 કરોડમાં ખરીદ્યો મહેલ જેવો એપાર્ટમેન્ટ, ખાસિયતો જાણી ચોંકશો

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એ 69 કરોડમાં ખરીદ્યો મહેલ જેવો એપાર્ટમેન્ટ, ખાસિયતો જાણી ચોંકશો 1 - image


Shikhar Dhawan Buys Ultra Luxury Flat: પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને ગુરુગ્રામમાં ડીએલએફના સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં 69 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે ઓગસ્ટમાં DLFએ હરિયાણાના ગુરુગ્રામમાં DLF ફેઝ 5માં 17 એકરનો હાઉસિંગ પ્રોજેક્ટ 'ધ દહલિયાસ' શરૂ કર્યો હતો. જેમાં 420 એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ સામેલ છે. શિખર ધવનનો એપાર્ટમેન્ટ આનો જ હિસ્સો છે. ધવને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર DLFના નવીનતમ સુપર-લક્ઝરી પ્રોજેક્ટ 'ધ ડાહલિયાસ'માં 6,040 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

69 કરોડમાં ખરીદ્યો એપાર્ટમેન્ટ

ટીમ ઈન્ડિયાના ગબ્બરના આ એપાર્ટમેન્ટની કિંમત 65.61 કરોડ છે અને સ્ટેમ્પ ડ્યુટી 3.28 કરોડ છે. આમ કુલ કિંમત લગભગ 69 કરોડ છે. ‘ધ ડાહલિયા’ ને ભારતનો સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ રોડ, DLF ફેઝ-5માં સ્થિત છે. 

આ પણ વાંચો: હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ

ધવન સોફી શાઈન સાથે રિલેશનશિપમાં

તમને જણાવી દઈએ કે, ધવને ઓગસ્ટ 2024માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીજી તરફ ધવનની પર્સનલ લાઈઈફ વિશે વાત કરીએ તો તે આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વખત સોફી શાઈન સાથે જોવા મળ્યો છે. સોફીએ બંને વચ્ચેના સંબંધ પર મહોર પણ લગાવી દીધી છે. સોફીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવન સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું, 'માય લવ'.

Tags :