Get The App

શરમજનક પરાજય બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે બોલાવી ઈમરજન્સી બેઠક, લારા-વિવિયન જેવા દિગ્ગજ જોડાયા

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
શરમજનક પરાજય બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે બોલાવી ઈમરજન્સી બેઠક, લારા-વિવિયન જેવા દિગ્ગજ જોડાયા 1 - image


West Indies Cricket Board Calls on Emergency Meeting: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે મંગળવારે જમૈકામાં ઓસ્ટ્રેલિયા સામે પુરુષ ટેસ્ટ ટીમની 176 રનની શરમજનક હાર બાદ ક્રિકેટ કટોકટી બેઠક બોલાવી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 27 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટેસ્ટ ઈતિહાસમાં તેમનો સૌથી ઓછો સ્કોર છે. આખી ઈનિંગ 15 ઓવરથી પણ ઓછામાં સમેટાઈ ગઈ હતી. સીરિઝ 3-0થી હાર્યા બાદ બોર્ડે ક્રિકેટ સ્ટ્રેટેજી અને અમ્પાયરિંગ કમિટીની સમીક્ષા બેઠકમાં ત્રણ મહાન બેટ્સમેન ક્લાઈવ લોયડ, વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારાને આમંત્રણ આપ્યું છે. આ દિગ્ગજોને કેરેબિયન દેશોમાં ક્રિકેટને પુનર્જીવિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની શરમજનર હાર

204 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયન પેસ એટેક સામે ટકી ન શકી. મિશેલ સ્ટાર્ક (15 બોલમાં 5 વિકેટ, કુલ 6/9), જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને બ્યુ વેબસ્ટરની બોલિંગ સામે વિખેરાઈ ગઈ. બોલેન્ડે એક હેટ્રિક પણ લીધી અને સતત સ્ટમ્પ પર હુમલો કર્યો. જોકે આ ત્રણેય ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની સૌથી ઓછી હારનું અંતર હતું, પરંતુ 27 રનમાં ઓલઆઉટ થવું તેમના ટેસ્ટ ઈતિહાસમાં એક નવી શરમજનક ગાથા બની ગઈ. મિસફિલ્ડિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યાર સુધીના સૌથી ઓછા સ્કોરની બરાબરી કરવાથી બચી ગઈ. સબીના પાર્કમાં ડે-નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને યજમાન ટીમને ઓલઆઉટ કરવા માટે માત્ર 14.3 ઓવરની જરૂર પડી હતી.

આ દિગ્ગજ બેટ્સમેનોને આપ્યું આમંત્રણ

આ શરમજનક પ્રદર્શન પછી CWIના અધ્યક્ષ કિશોર શૈલોએ એક નિવેદનમાં કહ્યું કે, 'ચર્ચાને મજબૂત કરવા માટે મેં અમારા ત્રણ મહાન બેટ્સમેન સર ક્લાઈવ લોયડ, સર વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારાને આમંત્રણ આપ્યું છે. તેઓ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ડૉ. શિવનારાયણ ચંદ્રપોલ, ડૉ. ધ મોસ્ટ ઓનરેબલ ડેસમંડ હેન્સ, ઈયાન બ્રેડશો સાથે જોડાશે જેઓ પહેલાથી જ સમિતિનો હિસ્સો છે.'

આ પણ વાંચો: રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટમાં નિવૃત્તિ લેવા મજબૂર કરાયા હતા? BCCI એ આપ્યો જવાબ

બેટિંગ વિભાગમાં સુધારો કરવાની જરૂર

શૈલોએ કહ્યું કે, 'આ બેઠક કોઈ ઔપચારિકતા નથી. આ એ લોકો છે જેમણે અમારા સુવર્ણ યુગને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી છે અને તેમના મંતવ્યો અમારા ક્રિકેટ વિકાસના આગામી તબક્કાને આકાર આપવામાં મૂલ્યવાન રહેશે. અમારો હેતુ એ છે કે આ બેઠકમાંથી નક્કર અને અમલમાં મૂકી શકાય તેવા સૂચનો બહાર આવે. બોલિંગ વેસ્ટ ઈન્ડિઝ માટે ચિંતાનો વિષય નથી પરંતુ બેટિંગ વિભાગમાં સુધારો કરવાની જરૂર છે.'

Tags :