તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે ગંભીરની મજાક ઉડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Ireland T20 Series 2026 Results: આયરલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ટીમ ઇન્ડિયાની આકરી નિંદા થઈ રહી છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ બેલફાસ્ટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પણ માત્ર 1 રનથી હારી ગઈ હતી. આ પરાજય સાથે જ ભારતે આયરલેન્ડ સામેની ટી20 સિરીઝ 0-2 થી ગુમાવી દીધી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં ભારત પ્રથમ વખત આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સિરીઝ હાર્યું છે. આ શરમજનક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પોતાના મજેદાર કટાક્ષ માટે જાણીતા 'આઇસલેન્ડ ક્રિકેટે' ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પર તીખો હુમલો કરી તેમને ખરાબ રીતે ટ્રોલ કર્યા છે. જેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
આઇસલેન્ડ ક્રિકેટનો વિવાદાસ્પદ અને ધારદાર કટાક્ષ
આઇસલેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "અમે સ્પષ્ટ કરી શકીએ છીએ કે અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી. જો કે, તેમનામાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે. આટલા દિગ્ગજ ભારતીય ખેલાડીઓ હોવા છતાં આયરલેન્ડમાં આવા રિઝલ્ટ લાવવા માટે ખરેખર અદ્ભુત ટેલેન્ટની જરૂર પડે છે." આઇસલેન્ડ ક્રિકેટનો આ કટાક્ષ વર્લ્ડ ચેમ્પિયન અને આઇસીસી ટી20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલી ટીમ ઇન્ડિયા માટે અત્યંત અપમાનજનક સાબિત થઈ રહ્યો છે.
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના શરમજનક રેકોર્ડ્સ
જ્યારથી ગૌતમ ગંભીરે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની કમાન સંભાળી છે, ત્યારથી ટીમ ઇન્ડિયાના નામે વનડે, ટેસ્ટ અને હવે ટી20માં અનેક એવા અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ્સ નોંધાયા છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખુબ જ આઘાતજનક છે.
- ઇતિહાસમાં પ્રથમ વાર: ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આયરલેન્ડ સામે ટી20 સિરીઝ 0-2 થી હાર્યું.
- ઘર આંગણે નાલેશી: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત હોમ ટેસ્ટ સિરીઝમાં 3-0 થી વાઇટવોશ થયો અને ઘર આંગણે સતત બે વર્ષ ટેસ્ટ સિરીઝમાં વાઇટવોશની શરમજનક સિદ્ધિ મળી.
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવી: 10 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ટેસ્ટ સિરીઝ ગુમાવી, સાથે જ પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાયું.
- ODI માં ખરાબ ફોર્મ: 27 વર્ષ બાદ શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સિરીઝ હારવી પડી અને 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત કોઈ એક કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં એક પણ મેચ જીતી શક્યું નથી.
- સાઉથ આફ્રિકા સામે હાર: 25 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય થયો અને દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 359 રનનો રેકોર્ડબ્રેક રનચેઝ કર્યો.
- ઐતિહાસિક પરાજય: ભારતે ટેસ્ટ ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પોતાની સૌથી મોટી હાર (408 રન) નો સામનો કરવો પડ્યો.
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ આયરલેન્ડ જેવી નાની એસોસિએટ ટીમ સામે આવા કંગાળ પ્રદર્શન સાથે સિરીઝ હારે, તે ચાહકો અને પૂર્વ ક્રિકેટરો માટે પચાવવું મુશ્કેલ બની રહ્યું છે. ગૌતમ ગંભીરના રણનીતિઓ અને કોચિંગ સ્ટાઈલ પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.









