વિરાટ કોહલી પાસે છે દુનિયાનું સૌથી મોંઘુ પાકીટ: કિંમત છે 81,144
- વિરાટ પાસે Louis Vuitton Zippy XL બ્રાન્ડનું પાકીટ છે
- જેને દુનિયાનું સૌથી મોંઘુ પાકીટ પણ ગણવામાં આવે છે

નવી દિલ્હી, તા. 3 માર્ચ 2018 શનિવાર
વિરાટ કોહલી પાસે દુનિયાનું સૌથી મોંઘુ પાકીટ છે
વિરાટ કોહલી માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ પોતે પણ એક બ્રાન્ડ છે. ગત વર્ષે 144 મિલિયન અમેરિકી ડૉલરની બ્રાન્ડ વેલ્યુની સાથે વિરાટ ભારતના સૌથી મોંઘા સેલિબ્રેટી હતા. ક્રિકેટની દુનિયામાં પૈસા જોડે તોલવામાં આવનાર વિરાટની ગણતરી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં પણ થાય છે, એવામાં તેમના માટે મોંઘી વસ્તુઓના શોખને પૂરો કરવો કોઈ મોટી વાત નથી. પરંતુ જ્યારે તમે તેમના બ્રાન્ડેડ વોલેટની કિંમત જાણશો તો નવાઈ લાગશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પાસે દુનિયાનું સૌથી મોંઘુ પાકિટ છે.
આ પાકિટ કેટલાનું છે, કઈ બ્રાન્ડનું છે. વિરાટની પાસે Louis Vuitton Zippy XL બ્રાન્ડનું પાકિટ છે. તાજેતરમાં જ કાળા રંગના આ બ્રાન્ડના પાકિટની સાથે વિરાટ કોહલી જોવા મળ્યા, જેને દુનિયાનું સૌથી મોંઘુ પાકીટ પણ ગણવામાં આવે છે. આ પાકિટની કિંમત 81,144 રૂપિયા છે.
વિરાટ ભારતના યુવાનોના સ્ટાઈલ આઈકોન છે. દેશના યુવાનો સ્ટાઈલ બાબતે તેમને ફોલો કરે છે. પછી તે ટેટૂ હોય, તેમની હેરસ્ટાઈલ હોય કે પછી મોંઘી વસ્તુઓ ખરીદવાનો શોખ. વિરાટને આ સૌ સિવાય મોંઘી કારોનો પણ શોખ છે. તેમની પાસે કેટલીય કાર છે. જેમાં BMW એક્સ 6 અને ઓડી આર-8 સામેલ છે.
કોહલી મેચ ફી સિવાય જાહેરાતો દ્વારા પણ મોટી કમાણી કરે છે. કોહલીને પોતાના ખભા પર MRFનો લોગો લગાવવાના આઠ કરોડ રૂપિયા મળે છે. આ સિવાય કોહલીએ ડ્રેસ અને જૂતાની જાહેરાત માટે પણ બે કરોડ રૂપિયા મળે છે.

