Get The App

'હવે ડાયપર બદલવા તૈયાર થઈ જા...', RCBના દિગ્ગજ બેટર માટે કોહલીની પોસ્ટ વાઈરલ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
virat-kohli


IPL 2025 Final: IPL સીઝન 18 ની ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર 2 સ્ટોરી શેર કરી. જેમાં તેણે તેના મિત્ર અને ભૂતપૂર્વ RCB ખેલાડી એબી ડી વિલિયર્સ સાથે ટ્રોફી શેર કરી અને લખ્યું કે તમે પણ આ ટ્રોફીના સમાન હકદાર છો. આ ઉપરાંત, તેણે બીજા ખેલાડી માટે એક ખાસ સંદેશ લખ્યો અને તેની પ્રશંસા કરી.

કોહલીએ સોલ્ટની પ્રશંસા કરી

વિરાટ કોહલીએ ફિલ સોલ્ટની પ્રશંસા કરી અને એક રમુજી પોસ્ટ પણ શેર કરી હતી. જણાવી દઈએ કે ફિલ સોલ્ટ પિતા બન્યા પછી IPL ફાઇનલ પહેલા પોતાના દેશ પાછો ફર્યો હતો, પરંતુ તે ફાઇનલ રમવા માટે ભારત પણ પાછો આવ્યો હતો. સોલ્ટે ફાઇનલ મેચમાં બાઉન્ડ્રી પર પ્રિયાંશ આર્યનો એક અદ્ભુત કેચ પણ પકડ્યો હતો.

'હવે ડાયપર બદલવા તૈયાર થઈ જા...', RCBના દિગ્ગજ બેટર માટે કોહલીની પોસ્ટ વાઈરલ 2 - image

હવે ડાયપર બદલવા માટે તૈયાર થઈ જા...

વિરાટ કોહલીએ સોલ્ટની પ્રસંશા કરતા તેની સાથે IPL ટ્રોફી પકડીને એક ફોટો શેર કર્યો અને રમૂજ કરતા કેપ્શનમાં લખ્યું, 'શાબાશ મારા પાર્ટનર, હવે તું તારા અસલી કામ પર પાછો ફરી જા અને ડાયપર બદલવા માટે તૈયાર થઈ જા.'

આ પણ વાંચો: વિરાટ કોહલી માટે '18' ગજબ સંયોગ, ટી-શર્ટથી માંડી IPL ની સિઝન પણ 18, જુઓ આંકડાની કમાલ

આજે RCB ની વિકટ્રી પરેડ

આજે RCB ટીમ IPL ટ્રોફી સાથે બેંગ્લોરપહોંચશે. ટીમ લગભગ 4 વાગ્યે કર્ણાટકના મુખ્યમંત્રીને મળશે. આ પછી, સાંજે 5 વાગ્યે વિકટ્રી પરેડ થશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગ્યે વિજયની ઉજવણી કરવામાં આવશે.

'હવે ડાયપર બદલવા તૈયાર થઈ જા...', RCBના દિગ્ગજ બેટર માટે કોહલીની પોસ્ટ વાઈરલ 3 - image

Tags :