Get The App

વિરાટ કોહલી માટે '18' નો ગજબ સંયોગ, ટી-શર્ટથી માંડી IPL ની સિઝન પણ 18, જુઓ આંકડાની કમાલ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
rcb-win-ipl-trophy-2025


IPL 2025: IPL 2025 ની ફાઇનલમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પંજાબ કિંગ્સ સામે 6 રનથી જીત મેળવી. પરંતુ મેચમાં જીત સરળ ન હતી. બંને ટીમ વચ્ચે કઠિન સ્પર્ધા હતી. કેટલીક ક્ષણો એવી હતી જ્યારે એવું લાગતું હતું કે ટ્રોફી RCB ના હાથમાંથી સરકી જશે પરંતુ વિરાટ કોહલીના લકી નંબરે એવો જાદુ ચલાવ્યો કે RCB એ 18 વર્ષ પછી ઇતિહાસ રચ્યો.

RCB ની જીતમાં 18 નંબરનો જાદુ કામ કરી ગયો!

IPL 2025ની ફાઇનલ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 18 વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે ટ્રોફી જીતી. આ ઐતિહાસિક જીતની સાથે, '18' નંબરનો વિરાટ કોહલી સાથે ખાસ સંબંધ છે, એવામાં એ વાતે બધાનું ધ્યાન ખેંચ્યું કે આ મેચમાં તેની જાદુઈ અસર જોવા મળી.

વિરાટ કોહલીનો જર્સી નંબર 18 છે. આ નંબર તેના માટે ખૂબ જ ખાસ છે કારણ કે 18 ડિસેમ્બર વિરાટના પિતાનું અવસાન થયું હતું અને તે જ દિવસે તેણે ક્રિકેટને પોતાનું જીવન બનાવી લીધું હતું. ત્યારથી, તે 18 નંબરને તેના આત્મવિશ્વાસ અને પ્રેરણાનું પ્રતીક માને છે.

મેચની તારીખનો સરવાળો પણ '18' છે

જો આપણે મેચની તારીખનો સરવાળો કરીએ તો ​3 જૂન 2025 = (3+6+2+0+2+5 = 18). આ સંયોગ કહે છે કે, આ દિવસ વિરાટ માટે ફળદાયી રહ્યો. 

આ પણ વાંચો: '18 વર્ષ રાહ જોવડાવી યાર...', વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટ, RCBની જીત અંગે જુઓ શું કહ્યું

18માં વર્ષે RCBને મળી સફળતા 

તેમજ IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. RCB એ 2008 માં IPL ની શરૂઆત થયા પછી 18 વર્ષમાં પહેલી વાર આ ટ્રોફી જીતી. આ રીતે, 18 નંબર અહીં પણ એક સંયોગ બની ગયો.

વિરાટ કોહલી માટે '18' નો ગજબ સંયોગ, ટી-શર્ટથી માંડી IPL ની સિઝન પણ 18, જુઓ આંકડાની કમાલ 2 - image

Tags :