ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ઈન્ડિયા-A માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમે તેવી અટકળો
Rohit Sharma and Virat Kohli Comeback: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પછી T20 અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના કારણે આ બંને ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ બંને સ્ટાર્સ ક્રિકેટના મેદાન પર જોવા નથી મળ્યા. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે, કે રોહિત અને વિરાટ આ મહિને 30 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા A સામે વાપસી કરી શકે છે. આ સીરિઝ દ્વારા રોહિત-વિરાટની નજર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI ની તૈયારી પર હશે. જેથી ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે અને તેમને રાહ જોવાનો સમય પૂરો થઈ જશે.
આ પણ વાંચો: BCCIની છપ્પરફાડ કમાણી: છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની આવક, આંકડા જાણી ચોંકી જશો
વિરાટ-રોહિતની થશે વાપસી
ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી એક પણ ODI રમી નથી. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે. જોકે આ પહેલા પણ બંનેની વાપસી થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે આ બંને ઓસ્ટ્રેલિયા A સામે 3 મેચની ODI શ્રેણી માટે ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારે ચાહકોને તેમના વાપસી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસની રાહ જોવી પડશે નહીં.
19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે. જ્યાં આ બંને દેશો વચ્ચે 3 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. રોહિત અને વિરાટ ભારત A માટે રમતી વખતે પોતાનું ફોર્મ પાછું મેળવવા માંગે છે, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વિશેષ પ્રદર્શન કરી શકે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 19, 23 અને 25 ઓક્ટોબરે વનડે મેચ રમશે.
આ પણ વાંચો: T20Iમાં પ્લેયર ઓફ ધી મેચ જીતવામાં કોહલી-સૂર્યાથી પણ આગળ નીકળ્યો આ ખેલાડી
ભારત A - ઓસ્ટ્રેલિયા A વનડે સીરિઝ શેડ્યૂલ
30 સપ્ટેમ્બર પહેલી વનડે (ગ્રીન પાર્ક, કાનપુર)
3 ઓક્ટોબર બીજી વનેડે (ગ્રીન પાર્ક, કાનપુર)
5 ઓક્ટોબર ત્રીજી વનડે (ગ્રીન પાર્ક, કાનપુર)