BCCIની છપ્પરફાડ કમાણી: છેલ્લા 5 વર્ષમાં હજારો કરોડ રૂપિયાની આવક, આંકડા જાણી ચોંકી જશો
BCCI adds reserves since 2019: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ટ્રેઝરીને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.14,627 કરોડની કમણી થઈ છે, જેમાં ગત નાણાકીય વર્ષમાં જ રૂ. 4193 કરોડનું ફંડ મળ્યું હતું. આ સાથે BCCIનું બેન્ક બેલેન્સ વધીને રૂ. 20,686 કરોડ થયું છે. આ માહિતી એક રિપોર્ટમાંથી પ્રાપ્ત થઈ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્ય એકમોને તમામ લેણાં ચૂકવ્યા બાદ પણ બીસીસીઆઈના સામાન્ય ભંડોળમાં મોટો વધારો નોંધાયો છે. 2019માં આ ભંડોળ રૂ. 3,906 કરોડ હતું, જે 2024માં લગભગ બમણું વધી રૂ.7,988 કરોડ થયું છે. આ આંકડા રાજ્યના એસોસિએશન સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ T20Iમાં પ્લેયર ઓફ ધી મેચ જીતવામાં કોહલી-સૂર્યાથી પણ આગળ નીકળ્યો આ ખેલાડી
2024ની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં રજૂ કરાયેલા હિસાબોમાં જણાવ્યું છે કે, માનદ સચિવે સભ્યોને જણાવ્યું હતું કે 2019થી BCCIની રોકડ અને બેન્ક થાપણો રૂ. 6,059 કરોડથી વધી રૂ. 20,686 કરોડ થઈ છે. 2023-24 માટે, બીસીસીઆઈએ માળખાગત વિકાસ માટે રૂ. 1200 કરોડ, પ્લેટિનમ જ્યુબિલી બેનેવોલેટ ફંડ માટે રૂ. 350 કરોડ અને ક્રિકેટ વિકાસ માટે રૂ. 500 કરોડ ફાળવ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે, વિવિધ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને રૂ. 1990.18 કરોડ મળ્યા છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 2013.97 કરોડ મળવાનો અંદાજ છે. આ આંકડા 28 સપ્ટેમ્બરના રોજ બીસીસીઆઈની એજીએમમાં ઔપચારિક રૂપે પ્રસ્તૃત કરશે.