Get The App

આવું ક્યારેય નથી જોયું... કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
આવું ક્યારેય નથી જોયું... કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ 1 - image

Virat Kohli Praises Dhurandhar 2: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર 2' જોયા બાદ પોતાનો રિવ્યૂ આપ્યો છે. તેણે ડાયરેક્ટર આદિત્ય ધર અને રણવીર સિંહના વખાણ કરતા કહ્યું કે, આ મારો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ 'સિનેમેટિક અનુભવ' હતો. માત્ર કોહલી જ નહીં એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી રહી છે. 

વિરાટ કોહલીએ ધુરંધર-2ના કર્યા વખાણ

વાસ્તવમાં ફિલ્મ જોયા બાદ વિરાટ કોહલીએ ધુરંધર-2ના વખાણમાં પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, 'મેં આજે આ ફિલ્મ જોઈ અને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે, મેં ભારતમાં આટલો સિનેમેટિક અનુભવ પહેલાં ક્યારેય નથી જોયો. તેણે દરેક પ્રકારની ભાવનાઓને ઉત્તેજીત કરીને સામે લાવી અને લગભગ 4 કલાક સુધી હું એક ક્ષણ માટે પણ મારી સીટ પરથી ખસ્યો નહીં. આદિત્ય ધર તમારી પ્રતિભા અને તમારો મજબૂત ઈરાદો તમે બનાવેલી દરેક વસ્તુમાં સ્પષ્ટપણે ઝળકે છે. તમને મારા સલામ. તમે ખરેખર એક જીનીયશ છો. અને જોકે, તમામ કલાકારોએ પોત-પોતાની ભૂમિકામાં શાનદાર કામ કર્યું છે, પરંતુ રણવીર સિંહ આ ફિલ્મ બાદ તમે એક અલગ જ સ્તરે પહોંચી ગયા છો અને તમારું પરફોર્મન્સ તો શાનદાર હતું. ખરેખર, વાહ!'

આવું ક્યારેય નથી જોયું... કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ 2 - image

અનુષ્કા શર્માએ લખ્યો આ મેસેજ

અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'આદિત્ય ધર તમે શું શાનદાર ફિલ્મ બનાવી છે. લગભગ 4 કલાક લાંબી ફિલ્મ બનાવવી એ ખૂબ જ દૃઢ વિશ્વાસની વાત છે. ગ્રિપિંગ એન્ડ ઈમર્સિવ, ખૂબ જ ઝીણવટ પૂર્વક ક્રાફ્ટ કરવામાં આવેલ. આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમારું ધ્યાન ખેંચે છે. તમે ખૂબ જ ઓરિજનલ અને આત્મવિશ્વાસથી ભરપૂર નિર્માતા છો.'

આવું ક્યારેય નથી જોયું... કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ 3 - image

રણવીર સિંહ અંગે લખ્યું કે, 'તમે એક અનમોલ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને દમદાર, ફ્લોલેસ પરફોર્મન્સ આપ્યું. આર. માધવન, અર્જુન રામપાલ અને રાકેશ બેદી જેવા કલાકારોએ ફિલ્મને વધુ સારી બનાવી છે. દરેક કલાકારનો અભિનય શાનદાર છે, તમારા બધા વિના ફિલ્મની કલ્પના પણ ન કરી શકાય. આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન.'

આ પણ વાંચો: અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો