Get The App

વિરાટ કોહલીની એક લાઇકના કારણે અવનીત કૌર પર પૈસાનો વરસાદ, રાતોરાત વધી ગયા ફોલોઅર્સ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Virat Kohli Like Avneet Kaur Post


Virat Kohli Like Avneet Kaur Post: સોશિયલ મીડિયા પર ક્રિકેટર વિરાટ કોહલીના એક લાઈકથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌર ચર્ચામાં આવી ગઈ છે. એક લાઈકને કારણે અવનીતનું જીવન રાતોરાત બદલાઈ ગયું. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે કે ભૂલથી કોઈ પોસ્ટ લાઈક થતા કોઈને આટલો ફાયદો પણ થઈ શકે છે.

જાણો શું છે આખો મામલો 

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ ભૂલથી લાઈક થઈ ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના લાઇકને લઈને હોબાળો મચી ગયો છે. ટ્રોલર્સે ક્રિકેટરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મામલો એટલો વધી ગયો કે કોહલીએ સમગ્ર મામલા પર એક સ્ટોરી શેર કરીને સ્પષ્ટતા આપવી પડી. પરંતુ અવનીત કૌરે વિરાટની આ ભૂલનો ખૂબ જ ફાયદો થયો. 

અવનીત કૌરને ફિટનેસ બ્રાન્ડ્સ તરફથી ડીલ મળવા લાગી

વિરાટ કોહલીના લાઇકને કારણે સોશિયલ મીડિયા પર અવનીત કૌરની ફેન ફોલોઇંગ બમણી થઈ ગઈ. રાતોરાત, અવનીત કૌરને 20 લાખ લોકો ફોલો કરવા લાગ્યા. અવનીતની એક પોસ્ટની કિંમત 2 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 2.6 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં, અવનીત કૌરને હવે બ્યુટી અને ફિટનેસ બ્રાન્ડ્સ તરફથી પણ ડીલ મળવા લાગી છે. જેના કારણે અવનીતની કુલ સંપત્તિ 5 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

વિરાટ કોહલીએ આપી સ્પષ્ટતા

અવનીતની પોસ્ટ ભૂલથી લાઈક થવા બાબતે કોહલીએ સ્પષ્ટતા આપતી એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. જેમાં કોહલીએ લખ્યું, 'ફીડ ક્લિયર કરતી વખતે, અલ્ગોરિધમે ભૂલથી એક ઇન્ટરેક્શન નોંધ્યું છે. આ પાછળ કોઈ ઈરાદો નહોતો. ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ છે કે આ અંગે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધવી.'

તેમ છતાં પણ, ટ્રોલર્સ કોહલીને ટ્રોલ કરવાનું બંધ કરી રહ્યા નથી. કેટલાક તેને જૂઠો કહી રહ્યા છે તો કેટલાક રમુજી મીમ્સ બનાવીને તેની મજાક ઉડાવી રહ્યા છે. જોકે, આ બાબતે અવનીત કૌર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો: IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર

સોશિયલ મીડિયા અલ્ગોરિધમ શું છે?

સોશિયલ મીડિયા અલ્ગોરિધમ તમને તમારી રુચિઓના આધારે કન્ટેન્ટ બતાવે છે. એટલે કે તમે જે પ્રકારનું કન્ટેન્ટ જુઓ છે તે મુજબનું જ કન્ટેન્ટ તમને બતાવવામાં આવે છે. પરંતુ ક્યારેક કોઈ ખામીને કારણે, યુઝરને કેટલીક વધુ અણધાર્યા કન્ટેન્ટ દેખાઈ શકે છે. આ સમસ્યા ક્યારેક અપડેટ્સને કારણે અથવા ધીમા ઇન્ટરનેટને કારણે થાય છે.

વિરાટ કોહલીની એક લાઇકના કારણે અવનીત કૌર પર પૈસાનો વરસાદ, રાતોરાત વધી ગયા ફોલોઅર્સ 2 - image

Tags :