Get The App

વિરાટ કોહલી જેનાથી બન્યો 'કિંગ', વૈભવ સૂર્યવંશીને આપ્યો એ જ ગુરુમંત્ર

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
વિરાટ કોહલી જેનાથી બન્યો 'કિંગ', વૈભવ સૂર્યવંશીને આપ્યો એ જ ગુરુમંત્ર 1 - image


Virat Kohli Gives Tips To Vaibhav Suryavanshi: 'વૈભવ સૂર્યવંશી' એ નામ છે જે આગામી અનેક વર્ષો સુધી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ છવાયેલું રહેશે. મેગા ઓક્શનથી લઈને IPL 2025માં અવિશ્વસનીય શરૂઆત કરીને માત્ર 35 બોલમાં જ સદી ફટકારનાર 14 વર્ષના વૈભવે માત્ર 3 મેચમાં જ ઈતિહાસ રચી દીધો છે. આ એવો ઈતિહાસ છે, એવો રેકોર્ડ છે જે ભાગ્યે જ ફરી ક્યારેય પુનરાવર્તિત થઈ શકશે. દરેક વ્યક્તિને વૈભવની અંદર ભવિષ્યનો સ્ટાર દેખાઈ રહ્યો છે, પરંતુ આ સાથે જ એવો ડર પણ છે કે ક્યાંક એ ભટકી ન જાય. આવી સ્થિતિમાં વૈભવને એવો ગુરુમંત્ર મળ્યો છે, જેને તે અપનાવી લેશે તો તેને કોઈ રોકી નહીં શકશે અને આ મંત્ર તેને 'કિંગ' કોહલી પાસેથી મળ્યો છે. 

માત્ર 35 બોલમાં સદી ફટકારી

માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ પોતાના IPL ડેબ્યૂમાં લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર સામે છગ્ગો ફટકારીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ત્રીજી મેચમાં તેણે મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાન જેવા ઘાતક બોલરોની ધજ્જિયા ઉડાવતા માત્ર 35 બોલમાં IPL ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. તે IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા અને સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

આ પણ વાંચો: 'ગોડ મોડ ઓન ક્યા?....', યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક પર RJ મહવશનું રિએક્શન વાઈરલ

વિરાટે વૈભવને આપ્યો જરૂરી 'ગુરુમંત્ર'

આવી શાનદાર શરૂઆત બાદ એ તો નક્કી છે કે આવનારા સમયમાં વૈભવ પર બધાની નજર રહેશે. તેનું દરેક પ્રદર્શન ચાહકો અને નિષ્ણાતોની નજરમાં રહેશે. આવી સ્થિતિમાં એવો ભય છે કે કેટલાક અન્ય પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની જેમ તે પણ પોતાના માર્ગથી ક્યાંક ભટકી ન જાય. આવા સમયમાં વૈભવને આ પેઢીના ક્રિકેટના સૌથી મોટા સુપરસ્ટાર વિરાટ કોહલી તરફથી એવી સલાહ મળી છે, જેને અપનાવીને વિરાટ પોતે બેટિંગનો કિંગ બની ગયો છે.

એક ઈન્ટરવ્યુમાં રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડરે ખુલાસો કર્યો હતો કે, 'વૈભવ સૂર્યવંશી વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે.  તાજેતરમાં બેંગલુરુમાં રમાયેલી IPL મેચ બાદ બંનેની મુલાકાત થઈ હતી. આ દરમિયાન વિરાટે કેટલીક ટિપ્સ શેર કરી હતી. આ ઉપરાંત વિરાટે તેને સૌથી મહત્વપૂર્ણ મંત્ર પણ આપ્યો કે આ સફળતા છતાં, તારે સખત મહેનત કરતા રહેવું પડશે અને કેવી રીતે નમ્ર રહીને ખુદને જમીન સાથે જોડાયેલા રાખવું.'

સફળતાના કારણે ભટકી ગયા અનેક ખેલાડી

દેખીતી રીતે વિરાટ કોહલી પોતે આ તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો છે. અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન અને પછી IPLમાં તાત્કાલિક તકો મળ્યા પછી અને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કર્યા બાદ વિરાટ કોહલી પણ થોડા સમય માટે ભટકતો દેખાયો હતો. પરંતુ સમય રહેતા તેણે પોતાની જાતને સંભાળ્યો અને પછી જરૂરી બાબતોનું પાલન કરીને તે આટલો મોટો સ્ટાર બની ગયો. તેનાથી વિપરીત ભારતીય ક્રિકેટના ભૂતકાળમાં વિનોદ કાંબલી અને હાલમાં પૃથ્વી શો જેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં વૈભવ તે દિશામાં ન જાય તેના માટે વિરાટ દ્વારા આપવામાં આવેલ મંત્ર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Tags :