Get The App

'ગોડ મોડ ઓન ક્યા?....', યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક પર RJ મહવશનું રિએક્શન વાઈરલ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
'ગોડ મોડ ઓન ક્યા?....', યુઝવેન્દ્ર  ચહલની હેટ્રિક પર RJ મહવશનું રિએક્શન વાઈરલ 1 - image

RJ Mahvash on Chahal's Hat-Trick

RJ Mahvash on Chahal's Hat-Trick: પંજાબ કિંગ્સના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ માટે બુધવાર, 30 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમતી વખતે, ચહલે શાનદાર બોલિંગ કરી અને CSK ના બેટરને પેવેલિયન ભેગા કરી દીધા હતા. એટલું જ નહીં, તે ચેન્નાઈ સામે વિકેટની હેટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. જે પછી તેની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહવશે પણ તેના પર પ્રેમ વરસાવ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલે ચેન્નાઈ સામેની મેચમાં ધૂમ મચાવી 

IPL 2025 નો ઉત્સાહ ચરમસીમાએ છે. બધી ટીમ પ્લેઓફ તરફ આગળ વધી રહી છે. જેમાંથી એક પંજાબ કિંગ્સ છે, જે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સામેની મેચમાં, યુઝવેન્દ્ર ચહલે T20 ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી છે. 

19મી ઓવરમાં હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી

ચહલે CSK સામે 19મી ઓવરમાં હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી હતી, જેમાં એમએસ ધોનીની મોટી વિકેટનો પણ સમાવેશ થાય છે. આ મેચમાં આ સ્પિન બોલરે 3 ઓવરમાં 32 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ચહલના આ શાનદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સની ટીમ ચેન્નાઈને 190 રનના સ્કોર પર રોકવામાં સફળ રહી.

'ગોડ મોડ ઓન ક્યા?....', યુઝવેન્દ્ર  ચહલની હેટ્રિક પર RJ મહવશનું રિએક્શન વાઈરલ 3 - image

આ ક્ષણે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ મેદાન પર પણ ધૂમ મચાવી દીધી અને સૌથી ખાસ વાત આરજે મહવશની પ્રતિક્રિયા હતી, જેને લઈને ફેન્સ પણ ફરી તેમના અફેરની વાત કરવા લાગ્યા છે. 

આરજે મહવશની પ્રતિક્રિયા થઈ વાઈરલ

યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક પર, આરજે મહવશે સોશિયલ મીડિયા પર લખ્યું, 'ગોડ મોડ ઓન ક્યા? તમારી અંદર એક યોદ્ધાની તાકાત છે સર.' આ પોસ્ટ પર તેમણે ગીત પોસ્ટ કર્યું છે, 'ઓ શેરા, ઉઠ ઝરા ફિર વહી જલવા દિખા અપના, બડી બેતાબ હૈ દુનિયા તેરી પરવાઝ દેખને કો, ઝમાના રુક ગયા તેર વહી અંદાઝ દેખનેનો.'

'ગોડ મોડ ઓન ક્યા?....', યુઝવેન્દ્ર  ચહલની હેટ્રિક પર RJ મહવશનું રિએક્શન વાઈરલ 4 - image

Tags :