| (IMAGE - IANS) |
Virat Kohli Vrindavan visit: IPL 2026ના રોમાંચ વચ્ચે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. અક્ષય તૃતીયાના ખાસ અવસરે આ કપલે આશ્રમની મુલાકાત લીધી હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર અત્યારે વાઇરલ થઈ રહ્યા છે. વિરાટ અને અનુષ્કા અગાઉ પણ અનેકવાર અહીં આવી ચૂક્યા છે અને પ્રેમાનંદ મહારાજ સાથે જીવનના મૂળ મંત્રો તથા સંબંધોના મહત્ત્વ વિશે ચર્ચા કરતા જોવા મળ્યા છે. વૃંદાવન પહોંચતા પહેલા આ કપલ બેંગલુરુમાં સ્પૉટ થયું હતું.
6 મેચમાં 4 જીત સાથે RCBનું શાનદાર પ્રદર્શન
ક્રિકેટના મેદાનમાં પણ વિરાટ કોહલીનો દબદબો જોવા મળી રહ્યો છે. IPL 2026માં તેની ટીમ RCB શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી ટીમે 4માં જીત મેળવી છે અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ હજુ સુધી અજેય રહીને પ્રથમ સ્થાને બિરાજમાન છે.
આ પણ વાંચો: VIDEO: RRની હાર બાદ વૈભવ સૂર્યવંશી મેદાન પર રડી પડ્યો, ફેન્સ પણ થયા ભાવુક
મેદાન પર વિરાટનો દબદબો
વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, વિરાટ કોહલી આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. તેણે 6 મેચમાં 247 રન બનાવ્યા છે, જેમાં બે શાનદાર ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. કોહલી અત્યાર સુધીમાં 28 ફોર અને 6 સિક્સર ફટકારી ચૂક્યો છે. આ લિસ્ટમાં હેનરિક ક્લાસેન 283 રન સાથે હાલ પ્રથમ સ્થાને છે. એક તરફ મેદાનમાં કોહલીનું બેટ ગરજી રહ્યું છે, તો બીજી તરફ તે ભક્તિભાવ સાથે આધ્યાત્મિક શાંતિ પણ મેળવી રહ્યો છે.


