Get The App

શિખર ધવનની નિવૃત્તિ અંગે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કરી ભાવુક પોસ્ટ, જુઓ શું કહ્યું

Updated: Aug 25th, 2024

GS TEAM


Google News
Google News
Virat Kohli Rohit Sharma And Shikhar Dhawan


Shikhar Dhawan Retirement : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટર શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. શિખર ધવનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. બંને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાવુક પોસ્ટ કરી શિખર ધવનને તેના આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે. 

રોહિત શર્માએ શું કહ્યું?

ક્રિકેટના વન-ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શિખર ધવન સાથેના ચાર ફોટા શેર કરી લખ્યું કે, 'રૂમ શેર કરવાથી લઇને મેદાન પર સમગ્ર જીવનની યાદો શેર કરવા સુધી તમે હંમેશા બીજા છેડેથી મારું કામ સરળ કર્યું. ધ અલ્ટીમેટ જટ્ટ'.

આ પણ વાંચોઃ સંન્યાસ બાદ શિખર ધવને કહ્યું, 'ખરાબ સમયમાં ધોનીએ આપ્યો સાથ, રોહિત-વિરાટથી મળી આ શીખ'

વિરાટ કોહલીએ શુ લખ્યું?

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તેની પોસ્ટમાં લખ્યું કે, 'શિખર, તમારા નીડર ડેબ્યુથી લઇને ભારતના સૌથી વિશ્વાસપાત્ર ઓપનર બનવા સુધી તમે અમને અસંખ્ય યાદો આપી છે. રમત પ્રત્યે તમારો જુસ્સો, તમારી ભાવના અને તમારી ટ્રેડમાર્ક સ્માઇલ હંમેશ માટે યાદ રખાશે, તમારી લેગસી હંમેશા કાયમ રહેશે. યાદો, ભૂલી ન શકાય તેવું પ્રદર્શન અને હંમેશા દિલથી નેતૃત્વ કરવા બદલ તમારો આભાર. મેદાન બહાર તમારી આગામી ઇનિંગ માટે તમને ખૂબ શુભેચ્છાઓ ગબ્બર.'

આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઈતિહાસમાં પહેલીવાર ખરાબ દિવસ જોવા પડ્યો, બાંગ્લાદેશે 10 વિકેટે કચડ્યું

શિખર ધવનનું ઇન્ટરનેશનલ કરિયર

શિખર ધવને તેના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર દરમિયાન 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચો રમી હતી. જેમાં તેણે 24 સદીઓ અને 79 અર્ધ સદીઓ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,867 રન બનાયા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 12મો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. 2013માં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. 

Tags :