Get The App

પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઈતિહાસમાં પહેલીવાર ખરાબ દિવસ જોવા પડ્યો, બાંગ્લાદેશે 10 વિકેટે કચડ્યું

Updated: Aug 25th, 2024

GS TEAM


Google News
Google News
PAK vs BAN 1st Test


PAK vs BAN 1st Test : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમવામાં આવી રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં બાંગ્લાદેશે 10 વિકેટથી જીત મેળવી હતી. પાંચ દિવસ સુધી ચાલેલી આ મેચમાં બાંગ્લાદેશે આ સીરિઝમાં 1-0થી જીત હાંસલ કરી છે. જ્યારે ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન પાકિસ્તાને બાંગ્લાદેશને જીતવા માટે માત્ર 30 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ પણ વાંચો : 'ગબ્બર' બાદ હવે ટીમ ઈન્ડિયાના આ 11 દિગ્ગજો સંન્યાસ લે તેવી શક્યતા, વાપસી થવી મુશ્કેલ!

બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 565 રન બનાવ્યાં

પાકિસ્તાને પહેલી બેટિંગ કરતાં 6 વિકેટે 448 રને દાવ ડિક્લેર કર્યો હતો. જેની સામે બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 565 રનનો વિશાળ સ્કોર ઊભો કરી દીધો હતો. ત્યારબાદ ફરી બેટિંગમાં આવતા પાકિસ્તાની ક્રિકેટ ટીમ 146 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી. જેનાથી બાંગ્લાદેશને ફક્ત 30 રનનો ટારગેટ મળ્યો હતો જે તેણે બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના જ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો અને પાકિસ્તાનને તેના ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ જોવો પડ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઈતિહાસમાં પહેલીવાર ખરાબ દિવસ જોવા પડ્યો, બાંગ્લાદેશે 10 વિકેટે કચડ્યું 2 - image

Tags :