Sports

શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ, દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં આલીશાન ઘર ખરીદીને સૌને ચોંકાવી દીધા છે. તેણે 'Danube Properties'ના 'શાહરૂખ્સ રેસિડેન્સ' પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. આ સાથે જ સૂર્યકુમાર હવે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પાડોશી બની ગયા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પત્ની દેવિશા શેટ્ટી સાથે પ્રોપર્ટી પેપર્સ પર સહી કરતો વીડિયો શેર કર્યો હતો. સૂર્યકુમારે દુબઈની લક્ઝરી અને સુરક્ષાને ઘર ખરીદવાનું કારણ જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરુખ ખાનનો પાડોશી બન્યો સૂર્યકુમાર યાદવ, દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર

Suryakumar Yadav Dubai Lavish House: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મેદાન પર પોતાના ખતરનાક રમત માટે જાણીતો છે. પોતાની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગથી વિરોધી બોલરોને ઘૂંટણિયે પાડી દેનાર 'સૂર્યા' આ વખતે કોઈ મેચના કારણે નહીં, પરંતુ એક ખૂબ જ ખાસ કારણથી ચર્ચામાં છે.

આલીશાન ઘરના માલિક બન્યા સૂર્યકુમાર

વાસ્તવમાં સૂર્યકુમાર યાદવે પ્રોપર્ટીમાં એક મોટું રોકાણ કર્યું છે. તેણે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદી લીધું છે. સૌથી ખાસ વાત એ છે કે તે હવે બોલિવૂડના કિંગ શાહરુખ ખાનના પાડોશી બની ગયો છે.

સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ગુડન્યૂઝ આપી છે. સૂર્યકુમાર વીડિયોમાં પ્રોપર્ટીના પેપર્સ પર સહી કરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની દેવિશા શેટ્ટી પણ હાજર રહી હતી. પ્રોપર્ટી પેપર્સ પર સહી કરતી વખતે બંને એકબીજા સાથે હસી-મજાક કરતો નજરે પડ્યો.

સૂર્યકુમારે દુબઈમાં કેમ ખરીદ્યું ઘર?

ક્રિકેટરે આ પ્રોપર્ટી દુબઈમાં 'Danube Properties' પાસેથી ખરીદી છે. તેમણે દુબઈમાં ઘર ખરીદવાનું કારણ પણ જણાવ્યું. સૂર્યકુમારે કહ્યું કે, અમે અહીં IPL રમ્યા હતા. હું 2014માં અહીં પહેલીવાર આવ્યો હતો. ત્યારબાદ અમે 2020માં પણ અહીં આવ્યા હતા. હવે આખું ઈન્ડિયા જ દુબઈ આવી રહ્યું છે. અહીં લક્ઝરી જિંદગી જીવવાની રીત પણ બિલકુલ અલગ છે. સુરક્ષા ઈન્ડિયામાં પણ છે, પરંતુ સુરક્ષાના મામલે દુબઈ પણ ખૂબ જ સારી જગ્યા છે. અહીં આવીને ખૂબ જ સુકૂન અને ખુશી મળે છે.

સૂર્યકુમાર યાદવે પોતાના વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, 'મને આ શેર કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે મેં #SharukhzResidencesbyDanubeમાં ઈન્વેસ્ટ કર્યું છે. દુબઈ મેરીટાઈમ સિટીના દિલમાં વસેલું આ એક પ્રીમિયમ, વોટરફ્રન્ટ (સમુદ્ર કિનારે સ્થિત) રેસિડેન્સ છે. અહીંની 40 થી વધુ પ્રીમિયમ સુખ-સુવિધાઓ તો શાનદાર છે જ, પરંતુ જે વસ્તુએ મારું દિલ જીત્યું, તે છે અહીંનું 'લોન્ગિવિટી લાઉન્જ'. કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આવું પહેલીવાર સાંભળવા મળ્યું છે.'

તમને જણાવી દઈએ કે Danube Group દુબઈમાં 'શાહરુખ્સ રેસિડેન્સ' નામથી એક પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. જાણકારી મુજબ ક્રિકેટર સૂર્યકુમાર યાદવે તે જ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે. જેના પછી તેઓ શાહરુખ ખાનના પાડોશી બની ગયા છે.