app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

VIDEO : રેલિંગ પર ચડ્યો... પછી કૂદ્યો, સુરક્ષા કર્મીઓની વચ્ચેથી વિરાટ કોહલી પાસે પહોંચ્યો પેલેસ્ટાઈન સમર્થક

Updated: Nov 21st, 2023


Image Source: Twitter

- જોનસન અગાઉ પણ આવી હરકતો કરી ચૂક્યો છે

અમદાવાદ, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર

Pro-Palestine Fan Wen Johnson World Cup 2023 Final entry Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ હતી. આ મહામુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન એ સમયે હંગામો મચી ગયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોનસન પેલેસ્ટાઈનને સપોર્ટ કરતી ટી-શર્ટ પહેરીને વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો.

બાદમાં જોનસનની ઓળખ પ્રેન્ક સ્ટાર તરીકે થઈ હતી અને પછી એ પણ બહાર આવ્યું કે, તે અગાઉ પણ આવી હરકતો કરી ચૂક્યો છે. હવે જોનસનનો એ વીડિયો પણ સામે આવી ગયો છે જેમાં જોઈ શકાય છે કે, તે કેવી રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઓડિઅન્સ ગેલેરીમાંથી મેદાનની વચ્ચે પહોંચ્યો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જોનસન પહેલા સ્ટેડિયમની રેલિંગ પર ચઢી જાય છે અને પછી કુદી પડે છે. સ્ટેડિયમમાં હાજર એક ડઝનથી વધુ સુરક્ષાકર્મીઓની નજર તેના પર પડતાં જ તેઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમને ધક્કો મારીને દોડતો પિચ પાસે પહોંચી ગયો. 

વર્લ્ડ કપ 2023ની મેગા ફાઈનલમાં આ મોટી ચૂક હતી. ત્યારબાદ પેલેસ્ટાઈન તરફી ટી-શર્ટ પહેરેલ જોન્સન વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. 

જોનસને માસ્ક પણ પેલેસ્ટાઈનના ધ્વજ વાળુ પહેર્યું હતું. આ ઘટના ભારતીય ઈનિંગ્સની 14મી ઓવરના ત્રીજા બોલ બાદ બની હતી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ તેને પકડીને બહાર લઈ ગયા હતા. જે બાદ તેને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.

Gujarat