For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : ધોની દીપક ચહર પર ભડક્યો, ઓટોગ્રાફ આપવાનો કર્યો ઈનકાર

ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવી

ધોની ચેન્નઈની બોલિંગ અને ફિલ્ડીંગથી નિરાશ

Updated: May 30th, 2023

Article Content Image
Image:Screengrab Twitter

IPL 2023ની ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું. વરસાદ પડવાથી મેચ પ્રભાવિત થયું હતું જેના કારણે ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નઈ તરફથી દરેક બેટ્સમેને તેનું પૂર્ણ યોગદાન આપ્યું હતું, પરંતુ ચેન્નઈની બોલિંગ અને ફિલ્ડીંગ ખુબ જ નિરાશાજનક હતી. બોલિંગ દરમિયાન બોલરોએ ઘણાં રન આપ્યા તો કેટલાંક ખેલાડીઓએ સહેલા કેચ પણ છોડ્યા હતા. 

ફિલ્ડીંગ દરમિયાન તુષાર દેશપાંડેની ઓવરમાં દીપક ચહરે બેકવર્ડ સ્ક્વેરમાં એક સહેલો કેચ છોડી દીધો હતો. આ કેચ ગત મેચમાં સદી ફટકારનાર શુભમન ગિલનો હતો. તે સમયે ગિલના માત્ર 3 રન થયા હતા. તે પછી ગિલે 20 બોલમાં 39 રન બનાવ્યા હતા જેમાં 7 ચોગ્ગા પણ સામેલ હતા. ત્યાર બાદ ધોનીએ ગિલને સ્ટમ્પ આઉટ કર્યો હતો.

દીપક ચહર પર ગુસ્સે થયો ધોની

દીપકના હાથથી છુટેલા કેચથી ધોની કેટલો નારાજ થયો તે મેચ બાદ જોવા મળ્યું હતું. મેચ પછી દીપક ચહર પોતાની ટીશર્ટ પર ઓટોગ્રાફ લેવા માટે ધોનીની પાસે આવ્યો હતો. પરંતુ માહી ઓટોગ્રાફ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે દીપકની જિદના કારણે ધોનીએ તેને ઓટોગ્રાફ આપી દીધો હતો. આ દરમિયાન ધોની કેચ છોડવા બદલ દીપકને ગુસ્સે પણ થયો હતો.

ચહરે બોલિંગથી પણ ધોનીને નિરાશ કર્યો હતો 

દીપક ચહરે ફિલ્ડીંગની સાથે સાથે પોતાની બોલિંગથી પણ ધોનીને નિરાશ કર્યો હતો. ફાઈનલ જેવી મોટી મેચમાં દીપકે 4 ઓવરમાં 38 રન આપી એક વિકેટ લીધી હતી. આ સિવાય દીપકે પાવર પ્લે દરમિયાન ફોલો થ્રુમાં સાઈ સુદર્શનનો કેચ છોડ્યો હતો. જો કે તે કેચ મુશ્કેલ હતો.  

Gujarat