Sports

ટીમ ઈન્ડિયામાં મોકો ન મળતાં વૈભવનું દર્દ છલકાયું, સોશિયલ મીડિયા પર કરી ક્રિપ્ટિક પોસ્ટ

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 શ્રેણીમાં યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને એક પણ મેચ રમવા મળી નથી. 15 વર્ષીય વૈભવે ચાર મેચ બેન્ચ પર બેસીને વિતાવી. છેલ્લી મેચ પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર 'Still Believe' પોસ્ટ કરી નિરાશા વ્યક્ત કરી. સંજુ સેમસન અને અભિષેક શર્માના શાનદાર ફોર્મને કારણે તેને તક મળવી મુશ્કેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયામાં મોકો ન મળતાં વૈભવનું દર્દ છલકાયું, સોશિયલ મીડિયા પર કરી ક્રિપ્ટિક પોસ્ટ

Vaibhav Suryavanshi Cryptic Instagram Post: ભારતીય ક્રિકેટ ટીમના યુવા સન્સ વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સીરીઝમાં એક પણ મેચમાં રમવાની તક મળી નથી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની સીરિઝ હાલમાં 2-2 થી બરાબરી પર છે. સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ પહેલા વૈભવ સૂર્યવંશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે શબ્દોની રહસ્યમય પોસ્ટ શેર કરીને પોતાના દિલનું દર્દ વ્યક્ત કર્યું છે.

પ્લેઈંગ-11માં સ્થાનની ઓછી શક્યતા

15 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ગત ચાર T20 મેચોમાં બેંચ પર બેસવું પડ્યું છે. સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પણ તેને પ્લેઇંગ-11માં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે. આ પાછળનું મુખ્ય કારણ ઓપનિંગ જોડી તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માનું શાનદાર ફોર્મ છે. આ બંનેએ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને વિસ્ફોટક શરૂઆત અપાવી છે, જેના કારણે વૈભવ માટે અંતિમ અગિયારમાં જગ્યા બની શકી નથી. સતત ચાર મેચથી બહાર બેઠેલા વૈભવે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી છેલ્લી T20 મેચ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર માત્ર બે શબ્દોની પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, 'Still Believe' (મને હજુ પણ વિશ્વાસ છે). વૈભવની આ પોસ્ટ પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે, પ્લેઇંગ-11માં તક ન મળવાને કારણે તે અંદરથી કેટલો નિરાશ છે.

ન્યૂઝીલૅન્ડ પ્રવાસ પર પણ જશે વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશીએ આ જ વર્ષે ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમ માટે T20માં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેને સંજુ સેમસનના સ્થાને તક મળી હતી. ત્યારબાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ તેણે પોતાની તોફાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. જોકે, સંજુ સેમસનની ટીમમાં વાપસી થતાં જ વૈભવે ફરી બહાર બેસવું પડ્યું હતું. 22 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી ન્યૂઝીલૅન્ડ સામેની T20 સીરીઝ માટે પણ વૈભવ ભારતીય સ્ક્વોડમાં સામેલ છે. પરંતુ સંજુ અને અભિષેકના ફોર્મને જોતાં જ્યાં સુધી તેમાંથી કોઈ ઈજાગ્રસ્ત ન થાય ત્યાં સુધી વૈભવને તક મળવી મુશ્કેલ દેખાઈ રહી છે.

ભારત માટે રમી ચૂક્યો છે 8 T20 મેચ

ડેબ્યૂ કર્યા બાદ વૈભવ સૂર્યવંશી ભારત માટે અત્યાર સુધીમાં કુલ 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 186.36ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 246 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે, અને તેનો હાઇએસ્ટ સ્કોર 81 રન રહ્યો છે. T20Iમાં તેણે અત્યાર સુધી 18 સિક્સર અને 22 ચોગ્ગા પણ ફટકાર્યા છે.